GSTV
Home » News » વરાછામાં ૫રેશ રાવલની સભામાં લાગ્યા જય પાટીદાર, જય સરદારના નારા

વરાછામાં ૫રેશ રાવલની સભામાં લાગ્યા જય પાટીદાર, જય સરદારના નારા

સુરતના પાટીદાર બહુમતિવાળા વરાછા વિસ્તારમાં ભાજપની સભા દરમિયાન એક યુવાને સભામાં હોબાળો કર્યો હતો. ભાજપ ઉમેદવારના ભાષણ વેળા જ જય પાટીદાર જય સરદારના નારા લાગ્યા હતા. સાંસદ પરેશ રાવલની ત્રણ સભા પૈકી નાના વરાછામાં સભા વેળા ભાજપના ઉમેદવારના ભાષણ વખતે જય પાટીદાર જય સરદારના નારા ગુંજવા લાગ્યા હતા.

પોલીસે એક યુવાનને અહીથી ઉંચકી લીધો હતો અને સભાની બહાર લઇ ગઇ હતી. ત્યારબાદ અહી અન્ય યુવાનોએ ભેગા મળી પાટીદાર ટોપી પહેરીને જય સરદાર જય પાટીદારના નારા લગાવવાનું શરુ કરી દીધુ હતું. અન્ય યુવાનો પણ તેમની સાથે જોડાતા મામલો ગરમાયો હતો. વરાછામાં ભાજપની સભામાં આ હોબાળા બાદ વિડીયો પણ ફરતા થયા છે અને મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ હાર્દિક પટેલે, જંગી જાહેરસભામાં ભાજપને પાડી દેવાના શપથ લેવડાવ્યા હતા.

Related posts

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

સુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!