GSTV
Home » News » ભાજપના સાંસદ પરેશ રાવલે કહ્યું, પીએમએ ગુજરાતની ચિંતા કરવી પડે એ આપણી નગુણાઇ છે

ભાજપના સાંસદ પરેશ રાવલે કહ્યું, પીએમએ ગુજરાતની ચિંતા કરવી પડે એ આપણી નગુણાઇ છે

અમદાવાદમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાંસદ પરેશ રાવલે ખુદ ગુજરાત ભાજપના નેતાઓની કામગીરી મુદ્દે ચાબખા માર્યા હતા. પરેશ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ જો પીએમ મોદીએ પ્રચાર માટે આવવું પડે તો આપણે કેટલા નગુણા છીએ એ સાબિત થાય છે.

પીએમને ગુજરાતની ચિંતા કરવી પડે એ જ આપણી નગુણાઇ છે તેમ પરેશ રાવલે જણાવ્યું. તેમણે કહ્યું કે આપણા બધાનું અસ્તિત્વ જોખમમાં આવી જાય તેવો તેમને ડર લાગે છે. પરેશ રાવલે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસને આપણાથી ડર લાગે છે એવા માયકાંગલા છે.

આપણે ઘોરખોદીયાઓ વચ્ચે રહી રહ્યા છીએ કે જેઓ ધીમે-ધીમે એક થઇ રહ્યા છે અને હિંદુઓની એકતાને ભૂંસવા માંગે છે. પરંતુ બધા સામે લડી શકવાની ક્ષમતા એકમાત્ર પીએમ મોદીમાં જ છે તેમ પરેશ રાવલે જણાવ્યું.

READ ALSO 

Related posts

SBIએ ગ્રાહકોને આપી ત્રણ મોટી ભેટ, હવે નહી ચૂકવવા પડે આ ચાર્જીસ

Bansari

રઘુરામ રાજને મંદી પર મોદી સરકારને સતર્ક કરી, અર્થવ્યવસ્થામાં મંદી ચિંતાજનક

Mansi Patel

પૂરગ્રસ્ત રાજ્યોમાં બજાજે શરૂ કર્યો સર્વિસ કેમ્પ, નહીં આપવા પડે પૈસા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!