GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

પાકિસ્તાની ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કરવાની ઇચ્છા છે- પરેશ રાવલ

બોલિવૂડ અભિનેતા અને સાંસદ પરેશ રાવલે પાકિસ્તાની શો તથા ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરેશ રાવલે જણાવ્યુ કે, ”કલાકારો અને ક્રિકેટર્સ બોમ્બ નથી ફેંકતા અને પાકિસ્તાની સિરિયલ્સ અને ફિલ્મો કામ કરવા ઇચ્છુ છું.હું હમસફર જેવી દરેક પાકિસ્તાની સિરિયલ્સ પસંદ કરુ છુ. જે રીતે તેઓ એક્ટિંગ કરે છે, વાર્તા, લેખન અને ભાષા બધું જ ખૂબ સરસ છે. મને લાગે છે કે, આપણા શો કંટાળાજનક છે.”

પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં કામ કરી રહેવા પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને ઉરી એટેકને કારણે ગયા વર્ષે આ ફિલ્મની રિલીઝ પહેલા રાજકીય દળોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. પરેશ રવલ લેખિકા અરૂંધતી રૉયનો રોય અંગે વિવાદિત નિવેદનને કારણે ખૂબ ચર્ચામાં આવ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં પત્થરબાજોની સામે અરુંધતિને જીપ સાથે બાંધવી જોઈએ.

પરેશ રાવલે કહ્યુ કે,   સિનેમા અને ક્રિકેટ બંને દેશો વચ્ચેનું અંતર ઘટાડે છે. તેમણે કહ્યું કે, ”ક્રિકેટર અને કલાકારો આતંકવાદી નથી. જ્યારે મન સારું ન હોય ત્યારે એવા મુદ્દાઓને ઉઠાવાવનો કોઈ મતલબ શું છે? સારું છે કે, તમે તમારા દેશ સાથે રહો.” તેમણે કહ્યું કે, ”તેઓ પાકિસ્તાની કલાકારોના પ્રતિબંધની તરફેણ કરતા નથી. કોઇ પણ વ્યકિત અથવા તો કઇ વસ્તુ પર ક્યારેય બેન ન હોવો જોઇએ. ફિલ્મ હિન્દી મીડિયમમાં પણ પાકિસ્તાની એક્ટ્રેસ કામ કર્યુ છે, પરંતુ કઇ ન થયુ કેમકે દેશનો મુડ સારો હતો.”


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ થઈ રહેલી રાજનીતિ મામલે આખરે આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

Nilesh Jethva

ભારતીય રંગમંચના જનક ગણાતા સિતારાનું થયુ નિધન, બોલિવૂડ જગત ઘેરા શોકમાં

Mansi Patel

બિહારની સરકારે સુશાંતમાં સીબીઆઈ તપાસની ભલામણ કરતાં ભડકી મહારાષ્ટ્ર સરકાર, ગણાવ્યો ચૂંટણી પહેલાનો સ્ટંન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!