GSTV
Home » News » ‘નરેન્દ્ર મોદીનો રોલ મારાથી સારો કોઇ ન કરી શકે’,પીએમની બાયોપિકમાં વિવેક ઓબેરોયને જોઇ ભડક્યો આ ગુજ્જુ એક્ટર

‘નરેન્દ્ર મોદીનો રોલ મારાથી સારો કોઇ ન કરી શકે’,પીએમની બાયોપિકમાં વિવેક ઓબેરોયને જોઇ ભડક્યો આ ગુજ્જુ એક્ટર

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકનું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું જેનું ડાયરેક્શન ઓમંગ કુમાર રહી રહ્યાં છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકામાં વિવેક ઓબેરોય છે અને ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવતાં જ તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

જણાવી દઇએ કે આ એકમાત્ર ફિલ્મ નથી જે પીએમ નરેન્દ્ર મોદી પર બની રહી છે. ગત વર્ષે પરેશ રાવલ પણ ઘોષણા કરી ચુક્યા છે તે તે પણ પીએમ મોદીની બાયોપિક બનાવી રહ્યાં છે. એક ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરતાં પરેશ રાવલે કહ્યું કે, કોઇપણ આ રોલ મારાથી સારો ન કરી શકે.

પરેશ રાવલે એક જ સબ્જેક્ટ પર બની રહેલી બે ફિલ્મોને લઇને વાતચીત કરી છે અને કહ્યું કે મોદીની લાઇફ પર વાત કરવા માટે ડાયરેક્ટર્સ પાસે ઘણું બધુ છે. તેમણે જણાવ્યું કે તેમની ફિલ્મ મોદીના જીવનના તે હિસ્સાને હાઇલાઇટ કરશે જેમાં જણાવવામાં આવશે કે કેવી રીતે ઓછો અનુભવ હોવા છતાં એક વ્યક્તિ ગુજરાતનો મુખ્યમંત્રી અને પછી દેશનો વડાપ્રધાન બને છે.

આ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, તે ફક્ત ખુરશી પર બેસવા વાળા વડાપ્રધાનમાંથી નથી પરંતુ એક જનૂની દેશવાસી છે. જેણે દેશના અનેક ગામડાઓનો પ્રવાસ ખેડ્યો છે જેથી ત્યાંની સમસ્યાઓને સમજી શકે. અમારી ફિલ્મમાં મોદી સાથે સંબંધિત આ પાસાઓને દર્શાવવામાં આવશે.

જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પીએમ નરેન્દ્ર મોદી બનેલા વિવેક ઓબેરોયનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મને ઓમંગ કુમાર ડાયરેક્ટ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના લુકમાં વિવિકે ઓબેરોય દમદાર લાગી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર 23 અલગ-અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટાઇટલ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રાખવામાં આવ્યું છે.

વિવેક ઓબેરોયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લુકને કૅરી કરવા માટે પોતાના લુક્સ અને બૉડીશેપ પર પહેલાથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ફિલ્મનું શુટિંગ મિડ-જાન્યુઆરીથી શરૂ થઇ જશે અને શક્ય છે કે ફિલ્મ સામાન્ય ચૂંટણી પહેલા રિલિઝ કરી દેવામાં આવશે. ફેન્સ વડાપ્રધાન બનેલા વિવેક ઓબેરોયના લુકની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનીને કેવો લાગે છે તે તો જોવું રહ્યું.

Read Also

Related posts

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!