GSTV
Home » News » કૃભકોના ડિરેક્ટર પદે ગુજરાતીઓનો દબદબો, 10 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા

કૃભકોના ડિરેક્ટર પદે ગુજરાતીઓનો દબદબો, 10 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા

ગાંધીનગર અને ગુજરાતનાં યુવા સહકારી આગેવાન પરેશ પટેલે કૃભકો ભારતી કો-ઓપ લીમીટેડના ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થયા છે. સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડિરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં યુવા સહકારી આગેવાન પરેશ પટેલ બિનહરિફ ચૂંટાઈ આવતા ગાંધીનગર અને ગુજરાત રાજયના ગૌરવમાં વધારો થયો છે. જ્યારે કૃભકોનાં ચેરમેન તરીકે આંતરરાષ્ટ્રીય સહકારી આગેવાન અને સાંસદ ચંદ્રપાલજી યાદવ સતત પાંચમી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. તો વાઈસ ચેરમેન તરીકે આંધ્ર પ્રદેશના સહકારી આગેવાન સુધાકર ચૌધરી ચૂંટાઈ આવ્યા છે. કૃભકોના ન્યુ દિલ્હીનાં ૯ ડિરેક્ટરની ચૂંટણી તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાઈ હતી.

કૃભકોના ડિરેકટર પદે ગુજરાતીનો દબદબો

  • પરેશ પટેલ સતત ત્રીજી વખત કૃભકોના ડિરેકટર પદે બિનહરીફ ચૂંટાયા
  • કૃભકોના ચેરમેન પદે આંતરરાષ્ટ્રીય સહકારી આગેવાન ચંદ્રપાલ યાદવની સતત પાંચમી ટર્મ
  • વાઈસ ચેરમેન પદે આંધ્રપ્રદેશના સહકારી આગેવાન સુધાકર ચૌધરી ચૂંટાયા
  • સહકારી સંસ્થામાં ગુજરાત સહિત ૧૦ રાજ્યોનું પ્રતિનિધિત્વ
  • કૃભકોમાં અન્ય એક બેઠક પર પણ ગુજરાતી ચૂંટાયા
  • રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંકના વાઈસ ચેરમેન અને ગુજકોમાશોલના ડિરેકટર મગનભાઈ વડાલિયા ચૂંટાયા
  • પરેશ પટેલ ઈફકો, નાફેડના ડેલીગેટ અને એનસીસીએફ ઈિન્ડયાના ડિરેકટર છે
  • રિજનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ કો-ઓપ મેનેજમેન્ટના ડિરેકટર પણ છે
  • ગુજરાત સ્ટેટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીના ડિરેકટર

આ સહકારી સંસ્થામાં ૧૦ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી બેઠકમાં ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પોંડીચેરીનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠાભરી બેઠકની ચૂંટણીમાં ગુજરાતનાં યુવા સહકારી આગેવાન પરેશ પટેલે કૃભકોના ડિરેકટર તરીકે બિનહરીફ વિજેતા થઈ ગાંધીનગર જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પરેશ પટેલ કૃભકોમાં સતત ત્રીજીવાર ડીરેક્ટર તરીકે વિજયી થયા છે. આ અગાઉ કૃભકોમાં ૨૦૧૦ – ૧૫ તેમજ ૨૦૧૫-૨૦નાં વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાના સહકારી આગેવાન પરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. હવે ૨૦૨૦-૨૫નાં વર્ષ માટે ચૂંટાયેલા પરેશ પટેલને ગુજરાત અને ગાંધીનગર જિલ્લાનાં સહકારી સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ હાર્દિક અભિનંદન સાથે વધુ પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી છે.

આ ઉપરાંત કૃભકોમાં ગુજરાતની અન્ય એક બેઠક પર રાજકોટ ડિસ્ટ્રીકેટ કોઓપ. બેંકના વાઈસ ચેરમેન અને ગુજકોમાશોલનાં ડિરેક્ટર મગનભાઇ વડાલિયા ચૂંટાઈ આવ્યા છે. પરેશ પટેલ રાષ્ટ્રિય સહકારી સંસ્થાઓ ઈફકોનાં ડેલીગેટ, નાફેડનાં ડેલીગેટ અને એનસીસીએફ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. ગાંધીનગર દૂધ વાપરનારાઓની સહકારી મંડળીમાં સૌથી યુવા વયે ચેરમેન બનનાર પરેશ પટેલ ઉદયભાણસિંહજી રિજનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપ મૅનેજમેંટનાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાત સ્ટેટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીના ડિરેકટર તેમજ ઓલ ઇન્ડિયા ટુર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ કો-ઓપ. સોસાયટી, ન્યૂ દિલ્હીનાં સ્થાપક ડાયરેક્ટર છે.

READ ALSO

Related posts

શનિવારે પીપળાના વૃક્ષની આ રીતે કરો પૂજા, બદલાઇ જશે ખરાબ ગ્રહોની દશા

Bansari

સુંદર ચહેરો નહી, વ્યક્તિના શરીરની આ ખાસિયતથી વધે છે એકબીજા પ્રત્યેનું શારીરિક આકર્ષણ

Bansari

ડાયાબિટીસથી લઇને કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓ કંટ્રોલમાં રહેશે, આ કંદમૂળ ખાવાના છે ફાયદા જ ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!