GSTV
Home » News » પરેશ ધાનાણીની હાર પર બાવકુભાઈ ઉંઘાડે માર્યો ટોણો, કામ કરવું નથી ને મત માંગવા છે

પરેશ ધાનાણીની હાર પર બાવકુભાઈ ઉંઘાડે માર્યો ટોણો, કામ કરવું નથી ને મત માંગવા છે

સૌરાષ્ટ્રની સૌથી ચર્ચાસ્પદ અને હાઈપ્રોફાઈલ અમરેલી બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના ઉમેદવાર જાયન્ટ કિલરની છાપ ધરાવતા પરેશ ધાનાણીને ભારે મતોથી હારનો સામનો કરવો પડ્યો છે. ત્રીજી વાર નારણ કાછડીયા અમરેલીની બેઠકને જાળવી રાખવામાં સફળતા મળી છે. ત્યારે અમરેલીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમરેલી લોકસભા બેઠક પર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસ દ્વારા મેદાને ઉતારતા આ બેઠક વિષે ભારે ચર્ચા જોવા મળી રહી હતી. તો સામેથી ભાજપના છેલ્લા બે ટર્મથી જીતતા આવતા નારણ કાછડિયાને ભાજપે ફરી એક વાર રિપીટ કર્યા હતા…ત્યારે અમરેલી બેઠક પર ભારે રસાકસી જોવા મળે તેવું લાગી રહ્યું હતું. ત્યારે આજે મતગણતરી થતા ભાજપના ઉમેદવારનો 202000 મતોથી ભવ્ય વિજય થયો હતો. નારણ કાછડિયાનો વિજય થતા અમરેલી જિલ્લાના ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

અમરેલી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ ઢોલ-નાગર અને એકબીજાને મોં મીઠું કરાવી કાછડિયાના ભવ્ય વિજયને વધાવી લીધો હતો. તો સાથે સાથે સવારથી જ ભાજપના કાર્યાલયે અને મતગણતરી કેન્દ્ર પર ભાજપના કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. અમરેલી શહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં ભાજપના કાર્યકરો ડીજેના તાલે જુમી ઉઠ્યા હતા.

આ ઉપરાંત પરેશ ધાનાણીના ધારાસભા મત વિસ્તારમાં જ ભાજપને લીડ નીકળતા ભાજપના પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડે પરેશ ધાનાણી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ પરેશ ધાનાણી પર પ્રહારો કરતા જણાવ્યું કે તેઓને કામ કરવું નથી અને મતો જોતા છે. અનામત અને ખેડૂતોના રોષને કારણે તેઓનો વિધાનસભામાં વિજય થયો હતો. બાકી એ વિપક્ષના નેતા તરીકે પણ નિષ્ફળ ગયેલા છે. લોકોને પરેશ ધાનાણીને લાવી ભૂલ સમજાતા લોકોએ ભાજપને મત આપ્યા છે.

READ ALSO

Related posts

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

એ વાત કોઈ નથી જાણતું કે પ્રભાસ બાહુબલીનું શૂટિંગ કરતાં કરતાં ભીખારી જેવો બની ગયો હતો

Mayur

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!