કારમાં સળગીને મૃત્યુ પામનાર આ યુવક, પરેશ ધાનાણીનો હતો ખાસ મિત્ર…

વડોદરા નજીક સેવાસી ખાનપુર પાસે નામાંકિત બિલ્ડર મિહિર પંચાલના કારમાં આગ લાગવાને કારણે થયેલા મોતે અનેક તર્કવિતર્ક સર્જ્યા છે. મિહિરના પરિવારજનો દ્વારા મિહિરની હત્યા કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ એફએસએલની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઇ સેમ્પલ એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. મિત્ર હોવાના નાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મિહિરના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.

વડોદરાના નામાંકિત બિલ્ડરો પૈકીના એક મિહિર પંચાલના કારમાં આગ લાગવાથી થયેલા મોતને લઇને તર્કવિતર્ક થઇ રહ્યા છે. સેવાસી ખાનપુર પાસે અચાનક જ કારમાં આગ લાગતા મિહિર પંચાલ અંદર જ ફસાઇ ગયા હતા અને કારની અંદર જ તેનું કરૂણ મોત નિપજ્યું. મિલનસાર સ્વભાવના મિહિરના મોત બાદ તેના મિત્રો અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.

મિહિરના પરિવારજનોએ મિહિરની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આથી એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અધિકારીઓનું પ્રાથમિક તારણ છે. બીજી તરફ મિહિરના મિત્ર હોવાના નાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

જે રીતે કારમાં આગ લાગી તેને લઇને સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કેમકે આગ લગવા સમયે સીટ બેલ્ટ ન ખૂલતા મિહિર અંદર ફસાઇ ગયા અને મોતને ભેટ્યા. બીજી તરફ કાર ઇન્સ્યુરન્સ કંપનીના અધિકારી પણ મિહિરના પરિવારજનોની જેમ કારમાં આગ લગાડાઇ હોવાનું માની રહ્યા છે.

એફએસએલની ટીમ દ્વારા સળગી ગયેલી કારમાંથી તપાસ માટે જરૂરી નમૂના એકત્રિત કરી એફએસએલમાં મોકલાયા છે. ત્યારે હવે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ મિહિરના મોતનું સાચું કારણ જાણવા મળી શકશે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter