GSTV
Home » News » પરેશ ધાનાણીએ Tweet કરી પાઠ્યપુસ્તકનો છબરડો કાઢ્યો, ક્લિક કરી જુઓ શું છે

પરેશ ધાનાણીએ Tweet કરી પાઠ્યપુસ્તકનો છબરડો કાઢ્યો, ક્લિક કરી જુઓ શું છે

ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છાપકામમાં છબરડાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. છઠ્ઠા ધોરણના હિન્દીના પુસ્તકમાં રાષ્ટ્રગીતના રચયિતા રવીન્દ્રનાથ ટાગોરને બદલે ઠાકુર લખવામાં આવ્યું હોવાનું વિપક્ષ નેતા પરેશ ધનાણીએ ટ્વિટ કર્યુ છે. આવી ભુલ કરનારા પાઠ્યપુસ્તક લખનારા ગુજરાતને શું ભણાવશે? તેવો પણ ધાનાણીએ સવાલ કર્યો.

જો કે પાઠ્યપુસ્તક મંડળે કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા કહ્યું કે ધાનાણીએ ટ્વીટમાં દર્શાવેલા પુસ્તકો જૂના છે.. જ્યારે કે 2012 થી જે નવા પુસ્તક અમલમાં છે તેના પર ઠાકુર નહીં પણ ટાગોર લખવામાં આવ્યું છે. જોકે પાઠયપુસ્તક મંડળના જવાબ બાદ ધાનાણીએ ફરી ટ્વીટ કરી પલટવાર કર્યો છે.

ધાનાણીએ દાવો કર્યો છે કે વર્ષ 2016-17ના શૈક્ષણિક વર્ષ સુધી ઠાકુર લખાતુ હતુ. અને 2019-20ના પાઠ્યપુસ્તકમાં ટાગોર લખાયું છે. તો પછી સવાલ થાય કે છબરડો કોનો છે. પરેશ ધાનાણીનો કે પછી પાઠયપુસ્તક મંડળનો.. જો ધાનાણીના આક્ષેપ સાચા હોય તો આ પુસ્તક 2016-17 સુધી વિદ્યાર્થીઓ ભણતા હતા. તો શું પાઠ્યુપુસ્તક મંડળ પોતાની ભૂલ છૂપાવવા ખોટું બોલે છે તે પણ સવાલ છે.

READ ALSO

Related posts

ટ્રમ્પના રોડ-શો રૂટનું BSFના જવાનોએ ઊંટ દ્વારા કર્યું રિહર્સલ, પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી સુરક્ષાની તૈયારીઓ

Arohi

નમસ્તે ટ્રમ્પ: પાણી અને છાસનાં કાઉન્ટરો ઉભા કરાશે! સ્ટેડિયમમાં હાજર લોકોને આપવામાં આવશે આ નાસ્તો

Arohi

સોનાના ભાવમાં અમદાવાદમાં સતત તેજી, આજે 43,000ને વટાવી ગયો નવો ભાવ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!