GSTV
Gujarat Government Advertisement

શ્રી કૃષ્ણ ભયભીત અને કમળ સુરક્ષિત, લેબ માંગી તો જેલ અને ખેસ પહેરો તો લહેર

Last Updated on July 25, 2020 by Karan

સુરતમાં નીકળનારી ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની રેલીને લઇને કોંગ્રેસના પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યુ હતુ. શ્રી કૃષ્ણ ભયભીત અને કમળ સુરક્ષિત હોવાની વાત ટ્વીટ દ્વારા રજૂ કરી હતી. લેબ માંગી તો જેલ અને ખેસ પહેરો તો લહેર હોવાની વાત ટ્વીટ દ્વારા રજૂ કરી હતી. ખુદ ભગવાન શ્રી કૃષ્ણને કોરોનાનો ભય દેખાડીને ઐતિહાસિક રથયાત્રાની પરંપરા તોડનારી આ સરકાર છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

કોરોના મહામારી વચ્ચે સુરતમાં ભીડ ભેગી થયા બાદ ભાજપની આંખો ખૂલી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની કાર રેલીને રદ્દ કરવામાં આવી છે. કાર રેલીમાં ભીડ ભેગી થઈ ગયા બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. સીઆર પાટીલે આ મામલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, મને ખાતરી આપવામાં આવી હતી કે, તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.. જોકે, રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જેથી કાર રેલી અને કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો.

સીઆર પાટીલનું સુરત એરપોર્ટ પર જ્યારે આગમન થયું ત્યારે એરપોર્ટ પર એક બેઠક મળી હતી. જેના રેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, બાદમાં આ રેલીને ન યોજવાનું યોગ્ય ગણવામાં આવ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે, સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તેમના સ્વાગત માટે સુરતમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કોરોનાની મહામારી વચ્ચે કાર રેલીનું આયોજન કરવામાં આવતા જીએસટીવી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કાર રેલી દરમિયાન કોઈએ ઓવરટેક કરવું નહીં. એક કારમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિ જ બેસી શકશે જેવા નિયમોનું ચુસ્ત પાલન કરવા કાર્યકરોને કહેવાયું પણ હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાણીમાં કરજો વધાર: ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો, સામાન્ય જનતા માથે પડતા પર પાટુ

Pravin Makwana

IPL બાદ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માથે સંકટ, કોરોનાની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ લેવાશે નિર્ણય

Pravin Makwana

આ છે આપણી સરકારી સિસ્ટમ: 45 વર્ષથી મોટી ઉંમરના લોકોએ રસીનો પ્રથમ ડોઝ તો લીધો, બીજા ડોઝના કોઈ ઠેકાણા નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!