GSTV
Amreli Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

પરેશ ધાનાણીની અનોખી સ્ટાઈલ! સાઈકલ પર ગેસનો બાટલો બાંધીને મોંઘવારીનો સીધો વિરોધ મતદાનના દિવસે પણ નોંધાવ્યો

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદારો સવાર સવારમાં જ લાઈનો લગાવી રહ્યાં છે. આજે 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. જેમાં મોટા નેતાઓના નામ પણ છે. એક સમયના વિરોધ પક્ષના નેતા અને અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે અનોખા અંદાજ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.

સાઈકલ પર ગેસનો બાટલો બાંધીને મોંઘવારીનો સીધો વિરોધ મતદાનના દિવસે પણ નોંધાવ્યો

સાઈકલ પર ગેસનો બાટલો બાંધીને મોંઘવારીનો સીધો વિરોધ મતદાનના દિવસે પણ નોંધાવ્યો હતો. આ સાથે પ્રજાને પણ એક સંદેશ આપ્યો હતો કે, આ ચૂંટણી વિકાસ કરતાં મોંઘવારી પર લડાઈ રહી છે. સરકાર ભલે મસમોટી વાતો કરી રહી હોય પણ આમ પ્રજાની હાલત ખરાબ છે. લોકો મોંઘવારીથી પિસાઈ રહ્યાં છે અને સરકાર વિકાસ વિકાસ કરીને લોકોને ભ્રમમાં નાખી રહી છે. અમરેલીના પરેશ ધાનાણીનો આ વિરોધ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ રહ્યો હતો.

READ ALSO

Related posts

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan

સુરત/ પુણા ગામમાં DGVCLની બંધ પડેલી હાઈટેન્શન લાઈનનો ટાવર ધરાશાયી થતાં અફડાતફડી મચી

Pankaj Ramani

પાણી પીવાના કથિત મામલે ગામના લોકોએ દલિત યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત

Kaushal Pancholi
GSTV