GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

શું મગફળી કૌભાંડથી ભ્રષ્ટાચારના રૂપિયા સીધા કમલમાં જાય છે ?

ગાંધીધામમાં સામે આવેલા મગફળીના માટી કૌભાંડને પગલે કોંગ્રેસ પણ મેદાને આવી ગઇ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મગફળીકાંડમાં સીધા રૂપાણી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સીધો આક્ષેપ કરતા આ કૌભાંડથી ભ્રષ્ટાચારના રૂપિયા સીધા કમલમમાં જતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. સાથે જ કૌભાંડના તાર સીએમઓ સુધી જોડાયેલા હોવાનો ગંભીર આરોપ પણ મૂક્યો છે. તેમણે મગફળી કૌભાંડમાં સીટિંગ જજ પાસે તપાસ કરાવાની ફરી માંગ કરી હતી.

સરકારી ગોડાઉનમાં મગફળીમાં કચરા. ધૂળ અને ઢેફા મળી આવવાના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ વધુ આક્રમક રીતે ઉઠાવાનુ એલાન કર્યુ છે. ગાંધીધામના ગોડાઉનમાં મગફળીના જથ્થામાં માટી કઇ રીતે આવી તેનો સરકાર પાસે ખુલાસો પણ માગ્યો છે. તેમણે આ માટી કૌભાંડ માટે નાફેડ કરતા સરકારને વધુ જવાબદાર ઠેરવી હતી.

તેમણે ચોકીદાર ખુદ ચોર હોવાનુ જણાવી જૂના મગફળી કૌભાંડ અને જેતપુર પાસે ગોડાઉનમાં આગની ઘટનાના રિપોર્ટ ન આવવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ કે ખેડૂતોએ આપેલી મગફળી બારોબાર પીલાઇ ગઇ છે અને ચૂંટણી દરમિયાન એના સીંગતેલના ગાંઠીયા તળાઇ ગયા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

Harshad Patel

રાજ્યમાં કોરોનાનું બન્યુ વિકરાળ સ્વરૂપ, મંગળવારે સાંજ સુધીમાં 915 પોઝીટીવ કેસ સાથે 14 લોકોનાં મોત

Mansi Patel

સુરતમાં કોરોના બેકાબૂ : લોકડાઉન નહીં પણ લોકડાઉન જેવી સ્થિતિ, 144ની કલમ લાગુ કરાઈ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!