GSTV

શું મગફળી કૌભાંડથી ભ્રષ્ટાચારના રૂપિયા સીધા કમલમાં જાય છે ?

Last Updated on June 22, 2019 by Mayur

ગાંધીધામમાં સામે આવેલા મગફળીના માટી કૌભાંડને પગલે કોંગ્રેસ પણ મેદાને આવી ગઇ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મગફળીકાંડમાં સીધા રૂપાણી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સીધો આક્ષેપ કરતા આ કૌભાંડથી ભ્રષ્ટાચારના રૂપિયા સીધા કમલમમાં જતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. સાથે જ કૌભાંડના તાર સીએમઓ સુધી જોડાયેલા હોવાનો ગંભીર આરોપ પણ મૂક્યો છે. તેમણે મગફળી કૌભાંડમાં સીટિંગ જજ પાસે તપાસ કરાવાની ફરી માંગ કરી હતી.

સરકારી ગોડાઉનમાં મગફળીમાં કચરા. ધૂળ અને ઢેફા મળી આવવાના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ વધુ આક્રમક રીતે ઉઠાવાનુ એલાન કર્યુ છે. ગાંધીધામના ગોડાઉનમાં મગફળીના જથ્થામાં માટી કઇ રીતે આવી તેનો સરકાર પાસે ખુલાસો પણ માગ્યો છે. તેમણે આ માટી કૌભાંડ માટે નાફેડ કરતા સરકારને વધુ જવાબદાર ઠેરવી હતી.

તેમણે ચોકીદાર ખુદ ચોર હોવાનુ જણાવી જૂના મગફળી કૌભાંડ અને જેતપુર પાસે ગોડાઉનમાં આગની ઘટનાના રિપોર્ટ ન આવવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ કે ખેડૂતોએ આપેલી મગફળી બારોબાર પીલાઇ ગઇ છે અને ચૂંટણી દરમિયાન એના સીંગતેલના ગાંઠીયા તળાઇ ગયા છે.

READ ALSO

Related posts

સિટીજનશિપ/ દરરોજ લગભગ 300 લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા, છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

Pravin Makwana

ભર શિયાળે આવ્યું ચોમાસું: મહારાષ્ટ્ર માટે આગમી 5 દિવસ અત્યંત ભારે, યલો એલર્ટ જાહેર…

pratik shah

600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે સરકારે કહ્યું એક પણ ખેડૂતનું નથી થયું મોત તો વળતરનો સવાલ જ નથી, કોણ સાચું સરકાર કે ખેડૂતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!