તલાલાના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને નીચલી કોર્ટે ફટકારેલી સજા સામે સેશન્સ કોર્ટે સ્ટે આપ્યો છે. જેને લઈને હવે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરવાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી છે. આ મામલે તેમણે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષને રજૂઆત પણ કરી.
તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઈ છે. કારણ કે, કોંગ્રસના વધુ એક ધારાસભ્યએ પદેથી રાજીનામું આપ્યું છે. અને તેઓ આજે સાંજે ચાર વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરવાના છે. છેલ્લા કેટલાક સમયથી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા વચ્ચે કોલ્ડવોર ચાલતી હતી. જોકે, જૂનાગઢમાં મેડિકલ કોલેજ મળવાની શરતે તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું મનાય છે.

- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ