GSTV
Home » News » ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા પરેશ ધાનાણીએ આપ્યુ રાજીનામું

ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા પરેશ ધાનાણીએ આપ્યુ રાજીનામું

Paresh Dhanani congress

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થઈ ગયુ છે ત્યારે કોંગ્રેસ આ ચૂંટણીમાં ખુબ જ ખરાબ રીતે હારી હતી. ગુજરાતમાં કોંગ્રેસને એકપણ સીટ નથી મળી કોંગ્રેસને આશા હતી કે તે ગુજરાતમાં ખુબ જ સારૂ પ્રદર્શન કરશે પરંતુ પરિણામો આવતા આ આશા પર પાણી ફરી વળ્યું હતું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવાર હારી જતાં વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.

ધાનાણીએ વિપક્ષના નેતાના પદેથી રાજીનામુ આપ્યું. લોકસભા ચૂંટણીમાં હારની તમામ જવાબદારી સ્વીકારીને તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામુ મોકલી આપ્યું અને વિપક્ષના નેતાના પદે કોઈ નવા ચહેરાને સ્થાન મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી.

READ ALSO

Related posts

વરસાદ ખેંચાતા સીધી અસર રસોડાના મેનું પર, શાકભાજીના ભાવમાં થયો ભડકો

Arohi

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

Mayur

બોયફ્રેન્ડને લઈ સોનાક્ષીએ કર્યો ખુલાસો, માતા-પિતાએ મૂકી શરત, હવે મળવો મુશ્કેલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!