GSTV

VIDEO : વરસાદી અસરગ્રસ્તો માટે ગુજરાતના આ ધારાસભ્યએ જાતે તળ્યાં ભજિયાં

ભારે વરસાદને કારણે ઉના પંથક જળમગ્ન થઇ ગયો છે  ત્યારે હવે પૂરના પાણી ઓસરતા નેતાઓ ઉનાના અસરગ્રસ્તોની મુલાકાત લઇ રહ્યા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉનાના સૈયદ રાજપરા ગામે પહોંચી અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે સૈયદ રાજપરા ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું ત્યારે પરેશ ધાનાણીએ સૈયદ રાજપરાના રહીશો સાથે મુલાકાત કરી તેમને પડેલી હાલાકી અંગે માહિતી મેળવી હતી. પરેશ ધાનાણી સાથે ઉનાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશ પણ હાજર રહ્યા હતા.

સૈયદ રાજપરાની મુલાકાત લીધા બાદ પરેશ ધાનાણી ઉનાના માણેકપુર ગામે પહોંચ્યા હતા. પરેશ ધાનાણીએ અહીં પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. માણેકપુર ગામમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે પરેશ ધાનાણીએ અસરગ્રસ્તો માટે જાતે જ ફૂડ પેકેટ અને ભોજન સામગ્રી તૈયાર કરી હતી. પરેશ ધાનાણી અહીં જાતે જ ભજીયા બનાવવા બેસી ગયા હતા.

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!