GSTV

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોતાના માદરે વતન ખાતે ઉતરાયણના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી

તો આ તરફ ગુજરાતના વિપક્ષી નેતાએ પોતાના માદરે વતન ઉતરાયણના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે મિત્રો સાથે પતંગ ચગાવવાની મજા માણી. આ તકે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન પ્રદીપ કોટડીયાપણ ઉપસ્થિત રહ્યા. પરેશ ધાનાણીએ અમરેલી ખાતે મકરસંક્રાંતિ ઉજવણી કરતાં શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી.

મકરસંક્રાતિના પર્વ પર અબાલવૃદ્ધ સૌ કોઇ પતંગ ઉડાડવાની મજા માણતા હોય છે. ત્યારે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ આનંદ અને ઉત્સાહપૂર્વક પતંગ ચગાવી રોજીંદી દોડધામ અને વ્યસ્તતામાંથી હળવાશ માણી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પત્ની અંજલીબહેન સાથે પતંગ ચગાવ્યો. ખોખરા બાદ સીએમ પાલડી સ્થિત મેયર બીજલ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા અને ત્યાં પણ ઉત્તરાયણની મજા માણી.

બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગોદરેજ ગાર્ડન સિટીમાં પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી. તેમની સાથે ભાજપ યુવા મોરચાના રૂત્વીજ પટેલ અને ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાએ તથા કાર્યકર્તાઓ જોડાયા. તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મેમનગરમાં કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી.

READ ALSO

Related posts

મોદી સરકારનું લોકડાઉન પ્લાનિંગ નિષ્ફળ, રસ્તાઓ ઉભરાતાં રાજ્યો પર બગડી કેન્દ્ર સરકાર

Karan

ભારતની આ જાંબાજ મહિલા જેણે ડિલવરીના એક દિવસ પહેલા બનાવી કોરોના સામે લડવા કિટ

Nilesh Jethva

વુહાનથી પરત ફરેલા કાશ્મીરી વિદ્યાર્થી સાથે પીએમ મોદીએ કરી વાત, કહ્યું લોકડાઉન…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!