GSTV

પરેશ ધાનાણીના મોદી પર પ્રહાર, ‘આપણા દેશમાં બે પિતાની સંસ્કૃતિ નથી’

પીએમ મોદી પર કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ કે, આપણી માતા ભારત માતા છે અને આપણા બાપુ ગાંધીજી છે. આપણા દેશમાં બે પિતાની સંસ્કૃતિ નથી. ધાનાણીએ આ પ્રકારનું નિવેદન પીએમ મોદીને ફાધર ઓફ નેશન કહેતા આપ્યુ હતુ.

નરેન્દ્ર મોદી ‘ફાધર ઓફ ઇન્ડિયા’ છેઃ ટ્રમ્પે કર્યા PM મોદીના વખાણ

અમેરિકાના ન્યૂયોર્કમાં યૂ.એન.ની મહાસભા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા યોજાઇ. બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે PM મોદીની ભારે પ્રશંસા કરી. ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી રોકસ્ટાર એલ્વિસ પ્રિસ્લી જેવા લોકપ્રિય છે. આટલેથી ન અટકતા ટ્રમ્પે PM મોદીને ફાધર ઓફ ઇન્ડિયા પણ ગણાવ્યા.

અમેરિકી રાષ્ટ્રપતિએ PM મોદીના વખાણ કરતા કહ્યું, ‘PM મોદી બહુ સજ્જન અને મહાન નેતા છે. મને યાદ છે કે પહેલા ભારત સાવ વેરવિખેર હતું. ઘણું વિભાજન હતું, લડાઇઓ હતી. પરંતુ તેઓ બધાને એક સાથે લાવ્યા. એક પિતાની જેમ તેઓ સૌને સાથે લાવશે. કદાચ તેઓ ભારતના પિતા છે, આપણે તેમને ભારતના પિતા કહીશું.’ 

આ દરમિયાન ટ્રમ્પે PM મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવ્યા અને કહ્યું કે તેઓ મોદીને ખૂબ પસંદ કરે છે. PM મોદીએ પણ હ્યુસ્ટન આવવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ટ્મ્પ માત્ર મારા જ નહીં, પરંતુ ભારતના પણ સારા મિત્ર છે.

READ ALSO

Related posts

ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ

pratik shah

નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા

Pritesh Mehta

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!