વિદ્યાર્થીઓના દફતરનો વજન કરવા પહોંચ્યા વાલીઓ, શું થયું તે જાણીને ચોંકી જશો

આપણે ત્યાં એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે બાળક ભણી ગણીને કુશળ થાય કે ન થાય. પરંતુ બેગ ઉંચકી ઉંચકીને જો કુલી થવું હોય તો જરૂરથી થઇ શકે. કારણ કે બાળકની સ્કુલ બેગનો વજન એટલો હોય છે કે નાનપણથી જ બાળક કુલીની જેમ વધુ વજન ઉંચકવા મજબૂર બની જાય છે. આ માટે સરકારે નિયમ પણ બનાવ્યો છે. પરંતુ આ નિયમ માત્રને માત્ર કાગળ પર જ છે.

માસૂમ બાળકોની કરોડરજ્જુ પર ભાર વાળા ભણતર સમા ભારેખમ સ્કુલબેગને લઇને સરકારે નિયમ બનાવ્યો કે બાળકના વજનથી દસ ગણું ઓછું સ્કુલ બેગનું વજન હોવું જોઇએ. પરંતુ આપણે ત્યાં તો નિયમો કાગળ પર જ બને છે. અને આવી જ કંઇક હકિકત સામે આવી છે વડોદરામાં જ્યાં વાલી મંડળના સભ્યોએ બરોડા સ્કુલની બહાર બાળકોના સ્કુલ બેગના વજનને લઇને વજન કાંટા સાથે રિયાલીટી ટેસ્ટ કર્યો. તો આ પ્રકારે બાળકો પોતાનાથી અડધા વજનું દફતર લઈને જઈ રહ્યા છે.

સાયકલ પર ખભે બેગ રાખીને સ્કુલે જતા વિદ્યાર્થીઓ કમર દર્દના ભોગ બની જાય તેવી સ્થિતી છે ત્યારે આ સ્થિતી જોતા એવું લાગે કે આપણે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ જાણે બાળકોને મજૂરી કરાવવા માટે જ તૈયાર કરાતા હોય તેવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter