GSTV

વાલીઓ ચેતે/ છોકરીઓ ઘરમાંથી રાતે કોની સાથે છે એ ધ્યાન રાખવું જરૂરી : 14 વર્ષની સગીરાઓ પ્રેમી સાથે ફરવા ગઈ અને થયો ગેંગરેપ

નિર્ભયાકાંડ

Last Updated on July 29, 2021 by pratik shah

પ્રવાસીઓના લોકપ્રિય પ્રવાસન સ્થળ ગોવામાં એક બીચ પર બે કિશોરીઓ પર ગેંગરેપની ઘટના સામે છે, તેમની સાથે રહેલ 2 યુવકોને ઢોર માર મારવામા આવ્યો હતો. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ગોવાના મુખ્યમંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપતા આ મુદ્દે કહ્યું કે,‘આપણે હંમેશા પોલીસને ટાર્ગેટ કરીએ છીએ, પરંતુ આ ઘટનામાં 10 યુવાનો બીચ પર પાર્ટી કરવા ગયા હતા. તેમાંથી 6 પરત ફર્યા અને અન્ય 4 આખી રાત બીચ પર રોકાયા હતા.

કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી

આ રીતે સગીર વયના કિશોરોનુ બીચ પર આખી રાત રોકાવવું યોગ્ય નથી. માતા પિતાએ પણ ધ્યાન આપવુ જોઈએ કે, તેમના સંતાનો રાતે ક્યાં જાય છે. જો 14 વર્ષનુ બાળક આખી રાત બીચ પર રહે તો માતા-પિતાએ વિચાર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં સરકાર કે પોલીસ પર તમામ જવાબદારી ઢોળી દેવી યોગ્ય નથી.’ જોકે મુખ્યમંત્રીના આ નિવેદન બાદ ગોવાના વિરોધ પક્ષે  સાવંત પર વળતો પ્રહાર કરતા કહ્યુ હતુ કે, રાજ્યના નાગરિકોની સુરક્ષાની જવાબદારી પોલીસ અને સરકારની છે અને તેઓ જો સુરક્ષા ના કરી શકતા હોય તો મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંદે રાજીનામુ આપી દેવુ જોઈએ.

માબાપની પણ જવાબદારી હોય છે

ગોવામાં ગૃહવિભાગની પણ જવાબદારી સંભાળી રહેલા પ્રમોદ સાવંતે કહ્યુ હતું ક, પોતાના બાળકોની સુરક્ષા રાખવાનું કામ માતા-પિતાની જવાબદારીમાં આવે છે. તેથી બાળકોને ખાસ કરીને સગીરવયના બાળકોને આખી રાત બહાર ફરવા દેવા જોઈએ નહીં. સાવંતના આ પ્રકારના બચાવ કરતા નિવેદનથી હોબાળો મચી ગયો છે.

ગોવા કોંગ્રેસના પ્રવક્તા અલ્ટોન ડી કોસ્ટાએ ગુરૂવારે કહ્યુ હતું કે, તટીય રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થઈ છે. રાતમાં બહાર ફરતા આપણે શા માટે ડરવુ જોઈએ ? ગુનેગારોને જેલમાં હોવું જોઈએ અને કાયદાનું પાલન કરનારા નાગરિકો આઝાદી સાથે ફરી શકવા જોઈએ. તો વળી ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ કહ્યુ હતું કે, આ શરમજનક બાબત છે કે, મુખ્યમંત્રી આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તે મુખ્યમંત્રી હોવા છતાં પણ સુરક્ષા આપી શકતા ન હોય તો પદ પર રહેવાનો તેમને કોઈ અધિકાર નથી.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!