આજના જમાનામાં ટેકનોલોજીનો વધારો થયો છે તેમ નાના બાળકો જન્મતાંની સાથે જ જાણે કે ટેકનોલોજીમાં જીવી રહ્યા છે. જો હાલની પેઢીની વાત કરીએ તો તે જૂની પેઢી કરતાં વધુ સ્માર્ટ બની રહ્યા છે. જો કે, આ પેઢીમાં બાળકોમાં ઘણી એવી ખરાબ આદતો ડેવલપ થઈ છે જે માતાપિતા અને બાળક બંને માટે નુકસાનકારક સાબિત થાય છે. આજકાલ મોટાભાગના બાળકોને સ્માર્ટફોનની આદત પડી ગઈ છે. ફોનમાં વીડિયો અને કાર્ટૂનો જોવાની આ આદત બાળકોના સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. ઘણા માતા-પિતા ફરિયાદ કરે છે કે મારા બાળકને ફોન જોવાની આદતમાંથી કેવી રીતે છોડાવી શકાય. આવી સ્થિતિમાં, જો તમારા બાળકને પણ આ આદત છે, તો તેમાંથી બહાર નીકાળવા માટે આ ટીપ્સને ખાસ ફોલો કરશો તો ફોનની લત છોડાવી શકશો.

હંમેશા તમારા બાળકને સમય આપો
મોટાભાગના માતા-પિતા તેમના બાળકને પૂરતો સમય આપતા નથી. તેથી જો તમારા બાળકને ફોન જોવાની આદત હોય તો તેને સમય આપશો તો તેની આદત આપોઆપ છૂટી જશે. બાળક સાથે રમતો રમો. એવી રમતો રમો કે જે બાળકના માનસિક વિકાસમાં પણ મદદ કરે છે. આ રમતોમાં તમે બાળકોને બેડમિન્ટન, બોલ, ક્રિકેટ, બાસ્કેટ બોલ જેવી રમતો રમવા દો. જો તમે આ ગેમ રમશો તો બાળકોને ફોન જોવાની આદતથી આપોઆપ છુટકારો મળી જશે. જો તમે બાળકો માટે આ ગેમ્સ રમશો તો તેમને મજા આવશે અને તેઓ ખુશ થશે. સાથે તમારી હેલ્થ પણ સારી થશે.

બાળકને બહાર ફરવા લઈ જાઓ
બાળકને ઘરની બહાર ફરવા લઈ જવાથી વિશેષ ફાયદો મળે છે. ચાલવાથી બાળકના શરીરને કસરત પણ મળે છે. ચાલવું એ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કસરત છે. જ્યારે તમે તમારા બાળકને બહાર ફરવા લઈ જાઓ છો ત્યારે તેની સાથે ખાસ વાત કરો કે તેને શું ગમે છે અને મોબાઈલ ફોન જોવાના ગેરફાયદા વિશે પણ વાત કરો. આવી વાત કરવાથી બાળકને મોબાઈલના ગેરફાયદાઓ વિશે યોગ્યસમજ મળે છે. તેનો જરૂરિયાત પૂર્વકના ઉપયોગ વિશે જાણકાર બનતાં તેની આદત આપોઆપ ઓછી થઈ જશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર
- શા માટે જીતીને પણ ચિંતિત છે આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ કોણ પડી રહ્યું છે ભારે