GSTV
Home » News » સાત દિવસના બાળકને છોડીને ફરાર થયા માતા-પિતા, સાબરકાંઠા પોલીસ આવી દેવદૂત બનીને

સાત દિવસના બાળકને છોડીને ફરાર થયા માતા-પિતા, સાબરકાંઠા પોલીસ આવી દેવદૂત બનીને

આજનો જમાનો તો કેવો બન્યો છે કે જન્મ આપતાની સાથે જ બાળકોને પણ ત્યજી દેવાના કિસ્સાઓ રોજબરોજ બનતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો પણ હિંમતનગરમાં સામે આવ્યો છે. 7 દિવસનુ બાળક માતા-પીતા દ્રારા ત્યજી દેતા બાળકનુ પરિવાર બની છે સાબરકાંઠા પોલીસ.

  • સાત દિવસનુ બાળક,
  • માતા પીતા ત્યજીને થઈ ગયા પલાયણ
  • બાળકની હાલત છે ગંભીર
  • બાળકના વ્હારે આવી પોલીસ

જી હા બાળકને વ્હારે આવી છે સાબરકાંઠા પોલીસ અને બાળકના પીતા બન્યા છે બી ડીવીઝનના પીએસઆઈ. વાત જાણે એમ છે કે આશરે 2 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરની એક ખાનગી હોસ્પીટલ ખાતે આ બાળકનો જન્મ થયો હતો અને આ બાળકને હિંમતનગરની સંજીવની હોસ્પીટલ ખાતે 4 સપ્ટેમ્બરના રોજ લાવવામાં આવ્યુ હતુ. આ બાળક શ્ર્વાસ પણ લઈ શકતુ ન હતુ અને હાલત પણ ગંભીર હતી.

હોસ્પીટલના ડોક્ટર હિંમાંશુ પટેલે બાળકના માતા-પીતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંનેના નંબર બંધ આવ્યા હતા. ત્યાર બાદ ન છુટકે ડોક્ટર દ્રારા હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ તાત્કાલીક હોસ્પિટલ પહોંચીને બાળકની માહિતી લઈને જીલ્લા પોલીસવડાએ પી.એસ.આઈ પ્રતિપાલસિંહ ગોહિલને પીતા બનવાનુ જણાવ્યુ અને બાળકની તમામ ખર્ચ પોલીસ ઉપાડશે તેવી સુચના પણ અપાઈ હતી.

આમ તો સોશિયલ મીડિયામાં પોલીસ વિરુધ્ધ કથિત ટીપ્પણીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ તેનુ સત્ય તો કંઈ અલગ જ હોય છે. પરંતુ પોલીસ સાચા અર્થમાં સેવા કાર્ય કરે છે તે પણ એક સત્ય જ છે. તેનુ એકમાત્ર ઉદાહરણ છે 7 દિવસનુ બાળક. હાલ તો પોલીસે બાળક જ્યા સુધી સ્વચ્છ થઈ જાય ત્યા સુધી બાળક માટે ખડેપગે છે અને હાલ તો વધુ સારવાર અને ટેસ્ટ માટે અમદાવાદ પણ ખસેડવામાં આવી રહ્યુ છે.

તમામ ખર્ચ સાબરકાંઠા પોલીસ ઉપાડશે

ત્યા પણ જે ખર્ચ થશે એ તમામ ખર્ચ સાબરકાંઠા પોલીસ ઉપાડશે. આ અગાઉ ઈડરના ડીવાયએસપીએ પણ એક અકસ્માતમાં ગંભીર મહિલાને પોતાની કારમાં લઈ જઈ સારવાર કરાવી હતી. તો જીલ્લા પોલીસ વડાએ પણ નેશનલ હાઈવે પર પડી રહેલ ખાડાઓ લઈને એક નોટીસ મોંકલી આપી છે. જેનાથી પણ પોલીસની સારી કામગીરી દેખાઈ આવી છે. આજે ફરી એકવાર બી ડીવીઝન પોલીસે ત્યજાએલ બાળકના પિતા બનીને સારી કામગીરી કરી બતાવી છે.

Related posts

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva

બાળકોના રૂમને આપો નવો ઓપ, દિવાળી પર આ રીતે કરો ગોઠવણ

Bansari

એ…એ…ગઇ….લાઇવ કોન્સર્ટમાં ઉંધે માથે ધડામ થઇ ગઇ લેડી ગાગા, Video છે જોવા જેવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!