GSTV

Parenting Tips / બાળકો પર પ્રેશર નાખવાથી આવે છે ગંભીર પરિણામ, પેરેન્ટ્સ સીખી લે મોટિવેટ કરવાના આ ગુણ

Last Updated on October 26, 2021 by Zainul Ansari

દરેક પેરેન્ટ્સ ઇચ્છે છે કે તેમના બાળકો દરેક કામ સારી રીતે કરે અને તેઓ જે પણ કરે તેમાં સફળ થાય. પેરેન્ટ્સની સારી વિચારસરણી અને પ્રયત્નો ક્યારેક તેમના પર જ ભારે પડે છે. બાળકો પાસેથી ઘણી બધી અપેક્ષાઓ તેમના પર એવું દબાણ લાવે છે જે તેમના સમગ્ર વ્યક્તિત્વને અસર કરે છે. નિષ્ણાતોના મતે પેરેંટલ પ્રેશર બાળકોને માનસિક રીતે ઘણુ પ્રભાવિત કરે છે. બીજી તરફ બાળકો પર યોગ્ય પ્રેશર નાખવાથી બાળકોમાં અદ્ભુત પરિવર્તન થાય છે.

બાળકો પર ખોટા પ્રેશરની થાય છે આવી અસર

સાઇકોલોજિસ્ટના મતે પેરેંટલ પ્રેશરને કારણે બાળકોનો તણાવ ઘણો વધી જાય છે અને સામાન્ય રીતે તેઓ આ પ્રેશરને કન્ટ્રોલ નથી કરી શકતા. અતિશય દબાણને કારણે તેઓ યોગ્ય રીતે ઉંઘી નથી શકતા, આત્મવિશ્વાસનો અભાવ અનુભવાય છે જે આગળ ચાલી ડિપ્રેશન અને અન્ય મેન્ટલ કન્ડીશનમાં ફેરવાય છે. શારીરિક રીતે પણ તેની અસર થવા લાગે છે. અભ્યાસ કે પ્રવૃતિઓને લઈને બાળકો પર નેગેટિવ પ્રેશરની અસર તરત જ દેખાતી નથી. આ જ કારણ છે કે ઘણીવાર પેરેન્ટ્સ તેમના બાળકોમાં આવતા ફેરફારોને સમજી શકતા નથી.

નેગેટિવ પ્રેશના બાળકોમાં લક્ષણ

બાળકોને વધુ પડતા પ્રેશરને ઝીલવામાં મુશ્કેલી પડે છે અને તે કેટલાક લક્ષણો દ્વારા સૂચવી શકાય છે. જેમ કે બાળકનું ખૂબ સુસ્ત થઈ જવું, અચાનક કોઈ કામમાંથી રસ ગુમાવવો, ખૂબ ગુસ્સો આવવો, પોતાને બચાવવા માટે ખોટું બોલવું કે છુપાવવા જેવી બાબતો બાળકોમાં આવવા લાગે છે. પેરેન્ટ્સને એ વાત ધ્યાનમાં લેવી જોઇએ કે તેઓ બાળકોને એવી રીતે પ્રોત્સાહિત કરે કે બાળકો તેને દબાણ તરીકે ન લે.

બાળકોને આવી રીતે કરો મોટિવેટ

એક્સપર્ટ કહે છે કે તમારી અપેક્ષાઓને યોગ્ય નિયમો અને પ્રેમ સાથે જ બાળકો પર મૂકો, તો જ તેઓ પ્રેશરને સકારાત્મક રીતે લઈ શકશે. તમારે બાળકને યોગ્ય રીતે પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળક પર દબાણ લાવવાને બદલે તેને તે કામને એન્જોય કરવા દો, કંટ્રોલ કરવાને બદલે વસ્તુઓમાં તેનો રસ વધારવો. બાળકોને રમતની જેમ કોઈપણ નવી વસ્તુ શીખવવાનો પ્રયાસ કરો. કોઈપણ એક્ટિવિટીને મહત્વપૂર્ણ કાર્ય તરીકે આપવા માટે પ્રેશર કરવાનું ટાળો અને તેમને નાના નિર્ણયો લેવા દો. જેના કારણે બાળકના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે.

Read Also

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!