GSTV
Home » News » પરબત પટેલ સહિત આ ધારાસભ્યોની રાજ્ય સરકારમાં છેલ્લી કેબિનેટ બેઠક, આજે આપશે રાજીનામુ

પરબત પટેલ સહિત આ ધારાસભ્યોની રાજ્ય સરકારમાં છેલ્લી કેબિનેટ બેઠક, આજે આપશે રાજીનામુ

આજે ગાંધીનગર ખાતે સીએમ રૂપાણીની કેબિનેટ બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં રાજ્યમાં અછતની સ્થિતિ સહિતના મુદ્દે ચર્ચાઓ થાય તેવી સંભાવના છે. કેબિનેટ પ્રધાન પરબત પટેલની આજે રાજ્ય સરકારમાં છેલ્લી કેબિનેટ બેઠક છે અને કારણકે તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવતા આજે ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન પદેથી રાજીનામુ આપશે.

આજની કેબિનેટમાં ૧૩ અને ૧૪ જૂને ગ્રામીણ અને ૧૫ જૂને શહેરી વિસ્તારમાં આયોજિત થઈ રહેલા શાળા પ્રવેશોત્સવ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે. તો સાથે જ કૃષિ મહોત્સવની તૈયારી પર પણ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીમાં સાંસદ બનેલા ભાજપના ચાર સિંટીગ ધારાસભ્યો આજે પોતાના પદપરથી રાજીનામુ આપવાના છે. જેથી ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 99 થઈ જશે. રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકથી ચૂંટાયા છે.

તો અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠકથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આ સિવાય થરાદ ખેરાલુથી ધારાસભ્ય ભરત ડાભી લોકસભાની પાટણ બેઠકથી સાંસદ બન્યા છે. લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહે પંચમહાલ બેઠકથી ચૂંટાયા છે. આ ચારેય સીટિંગ ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.

Read Also

Related posts

આ સાંસદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગ કરી

Nilesh Jethva

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બંદુકની અણીયે લૂંટ, ચેન પૂલીંગ કરી આરોપી ફરાર

Nilesh Jethva

નિત્યાનંદ આશ્રમમાં દુર્વ્યવહારની તપાસ દરમિયાન બે બાળકોએ લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!