GSTV
Home » News » પારડીમાં એક કલાક સુધી માતા પુત્રના મૃત્રદેહ રઝળતા રહ્યા

પારડીમાં એક કલાક સુધી માતા પુત્રના મૃત્રદેહ રઝળતા રહ્યા

વલસાડમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વલસાડના પારડીમાં ફરી માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો. પારડીમાં એક કલાક સુધી ખુલ્લા ટેમ્પોમાં માતા પુત્રના મૃતદેહો રઝળતા રહ્યા. ડુમલાવ ગામે માનસિક રીતે બીમાર પુત્રએ માતાને મોતને ઘાટ ઉતર્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવ્યું હતુ. પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ ગયેલો યુવક માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. જેથી માતાએ ભુવાનો સહારો લીધો હતો.

 

આખરે કંકાસ વધતા પુત્રએ માતાની હત્યા કરી જીવન ટૂંકાવ્યું હતુ. પારડી પોલીસે માતા-પુત્રના મૃતદેહને ટેમ્પોમાં પીએચસી પારડી ખાતે મોકલ્યા હતા. પરંતુ પારડી PHC માં પણ શબવાહિનીની સુવિધા નથી. જેને કારણે આ વિસ્તારમાં બનતી ઘટના બાદ મૃતદેહો આ રીતે ટેમ્પોમાં લવાય છે. વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી જેવા વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો કે CHC કે પછી PHC ઉપર શબવાહિનીની સુવિધા નથી. જેથી મૃતદેહોને આ રીતે રઝળતી હાલતમાં ખુલ્લા ટેમ્પોમાં લઇ જવાની ફરજ પડે છે.

CRICKET.GSTV.IN

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!