GSTV

મોઢામાં મોઢું લગાવી નરાધમ પપ્પી કરતો હતો, બાળકીએ એવું કર્યું કે…

Last Updated on February 26, 2020 by Mayur

સુરતના રીંગરોડ સ્થિત કોહિનૂર માર્કેટમાં ગત બપોરે દાદર પાસે રમતી શ્રમજીવી મહિલાની સાડા છ વર્ષીય પુત્રીને બળજબરીથી ચુંબન કરી બાળકીએ વિરોધ કરતા તેના પેટમાં મુક્કો મારનાર 24 વર્ષીય યુવાનની સલાબતપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રની વતની અને સુરતમાં ઉમરવાડા વિસ્તારમાં આગલા પતિના બે બાળકો સાથે માતા-પિતાના ઘરે રહેતી મહિલા માતા-પિતાની સાથે જ રીંગરોડ સ્થિત કોહિનૂર માર્કેટમાં સાડીના બોક્સ બનાવવાનું કામ કરે છે.

પુત્રી દાદર પાસે રમતી હતી અને

આઠ મહિના અગાઉ જેની સાથે લગ્ન કર્યા છે તે યુવાન સાથે રહેતો ન હોય મહિલાના બંને બાળકો સ્કૂલેથી છૂટી દફ્તર ઘરે મૂકી રોજ માર્કેટમાં તેમની પાસે આવે છે. કાલે નાની પુત્રી (ઉ.6 વર્ષ 6 માસ) ને તાવ હોવાથી સ્કૂલે ગઇ નહોતી અને મહિલા સાથે માર્કેટ આવી હતી. બપોરે 2.30 વાગ્યાના અરસામાં મહિલા, તેના માતા-પિતા સી બ્લોકના પહેલા માળે કામ કરતા હતા જયારે તેની પુત્રી દાદર પાસે રમતી હતી.

મોઢામાં મોઢું નાખી પપ્પી કરતાં

થોડી વારમાં અચાનક બાળકીએ બૂમો પાડતા મહિલા અને તેની માતા ત્યાં દોડી ગયા હતા. તે સમયે રીજન્ટ માર્કેટમાં પાર્સલ ઉંચકવાનું કામ કરતો સુશીલ સિંઘ ત્યાંથી ભાગ્યો હતો. બાળકીએ કહ્યું કે, ભાગેલા અંકલે તેને પગથિયા પાસે લઇ જઇ મોઢામાં મોઢું લગાવી પપ્પી કરતા તેણે ના પાડી તો ધમકી આપી હતી અને બાળકીએ ભાગવાનો પ્રયાસ કરતા અંકલે પેટમાં મુક્કો મારી હાથપગ પકડી રાખતા બુમો પાડતા અંકલ ભાગી ગયા હતા. ટોળું એકત્ર થતા સલાબતપુરા પોલીસ પહોંચી ગઇ હતી. બાદમાં બાળકીની મહિલાની ફરિયાદના આધારે છેડતીનો ગુનો નોંધી મોડેથી સુશીલસિંઘ ઉર્ફે તીરુસિંઘ તુલસીરામ સીંગની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઇ એમ.વી.કીકાણી કરી રહ્યા છે.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!