GSTV

ધો.10-12ના પેપરો એકંદરે સરળ : ગુજરાતી અને અંગ્રેજીના પેપરમાં મોદી સરકાર છવાઈ

ગુજરાત શિક્ષણ બોર્ડની આજથી શરૂ થયેલી ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામા પ્રથમ દિવસે તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશ થયા છે.જ્યારે વિવિધ જિલ્લામાંથી નોંધાયેલા ગેરરીતિના કેસો મુજબ એક ડમી વિદ્યાર્થી પકડાયો છે તેમજ બે વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા છે અને જે સાથે કુલ 14 ગેરરીતિના કેસો નોંધાયા છે. આજે પ્રથમ દિવસે સવારે 10થી 1:30 દરમિયાન ધો.10માં ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના પેપરોની પરીક્ષા હતી.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપરો એકંદરે સરળ રહ્યા હતા.જ્યારે બીજા સેશનમાં બપોરે 3થી6:30 ધો.12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટનું અને 12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર હતુ. જેમાં એકાઉન્ટનું પેપર એકંદરે સરળ રહ્યુ છે જ્યારે ફિઝિક્સનું પેપર પણ સરળ રહ્યુ છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓને પેપર થોડું લેન્ધી એટલે કે લાંબુ લાગ્યુ હતુ અને જેના લીધે ઘણા વિદ્યાર્થીઓને થોડા માર્કસનું છુટી ગયુ હતું.એકંદરે તમામ પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશ થયા હતા.બોર્ડના કંટ્રોલરૂમમાં નોંધાયેલા ગેરરીતિના કેસ મુજબ અમદાવાદ ગ્રામ્યમાં ધો.10માં બે ગેરીરિતના કેસ નોંધાયા હતા.

ડમી વિદ્યાર્થીઓ પકડાયા

જેમાં બારેજાની પ્રકાશ સ્કૂલમાં એક વિદ્યાર્થી પુસ્તકની માઈક્રો ઝેરોક્ષ સાથે પકડાયો હતો તેમજ જીવરાજ પાર્ક વિસ્તારની શારદા શિશુવિહાર સ્કૂલમાંથી એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો.વિદ્યાર્થી મોડો પહોંચતા ઉતાવળમા સ્ટાફે ચેકિંગ ન કરતા વિદ્યાર્થી કલાસરૂમમાં મોબાઈલ સાથે બેસી ગયો હતો પરંત તપાસ કરતા તે વિદ્યાર્થી ભૂલથી મોબાઈલ લઈને આવી ગયો હતો. જો કે તેની સામે નિયમ મુજબ પોલીસ ફરિયાદ કરવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત ધો.12 સાયન્સની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં અસારવામાં વિશ્વ વિદ્યાલમાં ફિઝિક્સના પેપરમાં એક વિદ્યાર્થી કોપી કરતા પકડાયો હતો. બોર્ડમાં નોંધાયેલ અન્ય કેસ મુજબ ધો.10માં જુનાગઢમાં બે અને સુરેન્દ્રનગરમાં એક કેસ સહિત ધો.10માં આજે સમગ્ર રાજ્યમાં કુલ 5 કોપી કેસ નોંધાયા હતા.

7 ગેરરીતીના કેસ નોંધાયા

સુરેન્દ્રમાં વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો. જ્યારે ધો.12માં ફિઝિક્સના પેપરમાં ગીર સોમનાથમા પણ એક કોપી કેસ નોંધાયો હતો તેમજ ધો.12 સા.પ્ર.માં એકાઉન્ટના પેપરમાં ખેડા, જુનાગઢ,ભરૂચ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને આણંદમાં એક-એક કેસ નોંધાવા સાથે કુલ 7 ગેરરીતિના કેસ નોંધાયા હતા. ધો.12 સા.પ્ર.માં રાજકોટમાં એક ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો હતો. આજે પ્રથમ દિવસે હાજર અને ગેરહાજરના આંકડા મુજબ ધો.10માં 857250માંથી 21441 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને ધો.12 સા.પ્ર.માં 226557માંથી 3058 વિદ્યાર્થી ગેરહાજર રહયા હતા અને ધો.12 સાયન્સમાં 140708માંથી 1496 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.નાની-મોટી સામાન્ય ઘટનાઓને બાદ કરતા આજની બોર્ડ પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ હતી.

રાષ્ટ્રીય એકતા-પ્રાંતવાદનું ઝેર અને ચંદ્રયાન-2 વિષય પર નિબંધ પુછાયા

સીએએ-એનસીઆરને લઈને હાલ દેશભરમાં ભારે વિરોધ અને વિવાદ ચાલી રહ્યો છે તેમજ કોમી હુલ્લડો પણ થઈ રહ્યા છે ત્યારે આજે ધો.10માં ગુજરાતીના વિષયમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા-અંખડીતતા તથા પ્રાંતવાદનું ઝેર અને દેશવાસીઓની સમજદારી વિષય પર નિબંધ પુછાયો હતો. આ ઉપરાંત પર્યાવરણ બચાવો તથા પ્રવાસનું જીવનમાં મહત્વ સહિતના ત્રણ નિબંધ પુછાયા હતા.અંગ્રેજી ભાષાના પેપરમાં ચંદ્રયાન -2 વિષય પર અને ઓનલાઈન-ઓફલાઈન શોપિંગ વિષય પર નિબંધો પુછાયા હતા. હિન્દી ભાષાના પેપરમાં આતંકવાદનો વધી રહેલો આતંક તથા ભારતીય ખેડુત અને દહેજ પ્રથા જેવા વિષય પર નિબંધો પુછાયા હતા.

ધો.10માં અંગ્રેજી વિષયમાં હાઉડી મોદી કાર્યક્રમ અંગે પ્રશ્ન પુછાયો

ધો.10માં આજે ફર્સ્ટ લેન્ગવેજના પેપરમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને હાઉડી મોદી કાર્યક્રમ અંગે પ્રશ્ન પુછાયો હતો. ચાર માર્કસના પ્રશ્નમાં વિદ્યાર્થીઓને અમરિકામાં યોજાયેલા હાઉડી મોદી કેમ્પેઈનમાં વોલિન્ટીયર તરીકે ભાગ લીધા બાદના અનુભવ અંગે જણાવીને ડાયરી તૈયાર કરવાનું પુછાયુ હતું. જેના અથવામાં કોન બનેગા કરોડપતિના અનુભવ વિષે પ્રશ્ન પુછાયો હતો.આ ઉપરાંત સેકશન-ઈમાં યુવાનોમાં સેલ્ફી મેનિયા, ચાઈનિઝ ફટાકડા ન ફોડવા સહિતના વિષયો પર 4 અને પાંચ માર્કસના લેટર લખવાના પ્રશ્ન પુછાયા હતા.

READ ALSO

Related posts

3900 કિમીનું સાયકલ પર અંતર કાપી 5 સાયકલિસ્ટ ડીસા પહોંચ્યા, આ મુદ્દા પર ફેલાવે છે લોકોમાં જાગૃતિ

Pravin Makwana

લિંબડી/ રળોલ ગામમાં બે જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ થતાં 10 વ્યક્તિઓને થઈ ઈજા

Pravin Makwana

અમદાવાદ/ લોકોમાં જાગૃતિ માટે ડેફ બ્લાઈન્ડ રનનું આયોજન, 400 કિમીની સફર કરશે પૂર્ણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!