પેપરલીકગેટનો કેસ સોલ્વ થવાની અણી પર, આ પૂરાવાના કારણે પકડાશે દિલ્હી ગયેલા વિદ્યાર્થીઓ

પેપરલીક કૌભાંડમાં આરોપીઓની એક એક ગતિવિધી પરથી પરદો ઉંચકવા હાલમાં પોલીસ દ્વારા એક એક પુરાવાઓ એકત્રિત કરાઇ રહ્યા છે. જેમાં પેપરલીક કરવા માટે દિલ્હી ગયેલા તમામ ઉમેદવારોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ સીસીટીવી ફૂટેજમાં તમામ ઉમેદવારે 30 નવેમ્બરની રાત્રે 12.39 કલાકે કારમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. મોડાસાના વાંટડા ટોલ પરના ટોલ પરના બુથ નંબર 7 અને 8 પરથી આરોપીઓની કાર જતી જોવા મળી હતી. આ કારમાં એક ઇનોવા. એક તુફાન કાર સ્પષ્ટ રીતે જોવા મળી છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter