રાજ્યમાં ફૂટેલા વિવિધ સરકારી પરીક્ષાના પેપર મુદ્દે આપના નેતા યુવરાજસિંહે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. યુવરાજસિંહે આ મામલે પત્રકાર પરિષદ પણ બોલાવી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યુ કે, 2014 બાદ જે પરીક્ષાના પેપર ફૂટ્યા છે. તેની તપાસ એસઆઈટી દ્વારા કરાવવામાં આવે અને સરકાર જે કાયદો બનાવે તેમા એસઆઈટીની તપાસની જોગવાઈ કરે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર ફોડનાર 16 આરોપી પૈકી ત્રણ આરોપી એવા છે જે કેન્દ્ર સરકારની ઓનલાઈન પરીક્ષાના કૌભાંડ સાથે સંકળાયેલા છે. જેમાં ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ અને હાર્દિક શર્માનો સમાવેશ થાય છે. આ આરોપીઓ ઊર્જા વિભાગના પેપર કૌભાંડમાં સંડોવાયેલા છે.

- સબ એડિટરનું પેપર ફૂટયું તેમાં પણ દાના ભાઈ ચૌધરીનું નામ આવ્યું
- નવા કાયદામાં 2014 પછીની તમામ ભરતીના કૌભાંડ માં તપાસ કરવામાં આવે
- મુખ્ય વ્યક્તિ નીશિકાંત સિંહા મુખ્ય ચેહરો.
- તમામ આરોપી સાથે નિશીકાન્ત સિંહા ના ફોટો મળ્યો
- નિશીકાન્ત સિંહા ને આઇએએસ અને આઇપીએસ સાથે ઘરેબો હોવાથી તે છટકી જાય છે
- 13 પેપર લીકમાં આ તમામ આરોપીની ભૂમિકા શંકસ્પદ છે
- ભાસ્કર ચૌધરી એ ફક્ત જુનિયર કલાર્ક ની ભરતી સાથે જોડાયેલા નથી પરંતુ કેન્દ્ર ના અન્ય કેટલાક પેપર ફોડવામાં પણ તેનો હાથ.
પેપર કાંડનો આરોપી કેતન બારોટ અરવલ્લીના આસપાસના વિસ્તાર સાથે સંકાયેલો છે. કેતન બારોટ નરસિંહપુરમાં અવિનાશ પટેલ સાથે સીધો સંકાયેલો છે. ઊર્જા વિભાગમાં અવિનાશ પટેલે 300થી વધુ લોકોને ખોટી રીતે લગાડ્યા છે. અને ભાસ્કર ચૌધરી સાથે સીધો સંપર્ક અવિનાશ પટેલ સંકળાયેલો છે.
આ ઉપરાંત એલઆઈડીના પેપરમાં જે વ્યક્તિનું નામ આવેલું તે અરવિંદ પટેલ અવિનાશ પટેલ સાથે સંકળાયેલો છે. સમગ્ર કૌભાંડમાં અરવલ્લી જિલ્લો એપી સેન્ટર રહ્યો છે. અને પેપર કાંડમાં નિશિકાંત સિંહા મુખ્ય ચેહરો છે. તેની સાથે તમામ આરોપીઓની તસવીર સામે આવી છે. નિશીકાન્ત સિંહાને આઇએએસ અને આઇપીએસ સાથે ઘરેબો હોવાથી તે છટકી જાય છે. ભાસ્કર ચૌધરી એ ફક્ત જુનિયર કલાર્કની ભરતી સાથે જોડાયેલા નથી પરંતુ કેન્દ્રના અન્ય કેટલાક પેપર ફોડવામાં પણ તેનો હાથ છે.
ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ
યુવરાજસિંહે કહ્યું હતું કે, અમારા ડેટા પ્રમાણે અવિનાશ સાથે અરવિંદ પટેલ, અજય પટેલ અને દેવ પટેલ, આ લોકોએ ઊર્જા વિભાગની ભરતીમાં ઓછામાં ઓછા 300થી વધુ લોકોને સિસ્ટમેટિક રીતે નોકરીએ લગાડ્યા છે. જેની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી અને આ ભાસ્કર ચૌધરીની સ્ટેક વાઈઝ ટેકનોલોજી નામની ઈન્સ્ટીટ્યુટ હતી. જેમાં અવિનાશે 70-80 લાખનું ફંડિંગ કરેલું છે. અવિનાશની નરસિંહપુરમાં આવેલી PNB બેંકનો ડેટા તપાસતા તમામ વિગતો સામે આવી જશે.

2014 પછી લેવાયેલી પરીક્ષાઓની પણ તપાસ કરો
યુવરાજ સિંહે વર્ષ 2014 પછી લેવામાં આવેલી સરકારી પરીક્ષાની પણ તપાસ કરવા જણાવ્યું હતું. ભૂતકાળમાં લીક થયેલા પેપર મામલે જે આરોપીઓ હતા તેમના જ સંપર્કમાં રહેલા વ્યક્તિઓએ અન્ય પેપર ફોડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. બધાની ઉપર નિશિકાંત સિંહા નામના રાજકીય વગ ધરાવતા વ્યક્તિનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જે ભાસ્કર ચૌધરી અગાઉ તિહાડ જેલ ગયા હતા, જેને ત્યાંથી છોડાવનાર નિશિકાંત સિંહા છે. તેની પણ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.
READ ALSO
- VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ
- વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો