ચોરનો ભાઈ ઘંટીચોર : યશપાલ વેફરના પડીકામાં જવાબ સંતાડી ગુજરાત લાવ્યો, દિલ્હીની ગેંગ પર ઠીકરું ફોડાયું

પેપર લીકનો મુખ્ય આરોપી યશપાલને ગાંધીનગરમાં મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. પોલીસ યશપાલ સોલંકી સિવાય ઈન્દ્રવદન પરમાર, રાજેન્દ્ર વાઘેલાને પણ મીડિયા સમક્ષ લઈને આવી હતી. ગાંધીનગરના એસપીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, યશપાલ સોલંકી, ઈન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાએ દિલ્હીની ગેંગ સાથે સંપર્ક કર્યો હતો. અન્ય લોકો પણ પેપર લીકમાં સંડોવાયેલા છે. ઈન્દ્રવદન પરમારે, યશપાલને પૈસા આપી દિલ્હી જવા માટે મોકલ્યો હતો. તમામ આરોપીઓ ચાર વાહનમાં દિલ્હી ગયા હતા.

ગુંડગાવની અંદર ગેંગના સભ્યો સામેથી લેવા આવ્યા હતા. પાંચ-પાંચના ગૃપમાં વિદ્યાર્થીઓને બે કલાક સુધી અંધારામાં ફેરવવામાં આવ્યા. જેથી લોકેશન જાણી ન શકે. જેમાંથી એક લોગેશન ગેરેજ હતુ. બીજુ લોકશન ટેનામેન્ટ. ત્રીજુ લોકશન ખુલ્લામાં પતરા નીચે બેસાડવામાં આવ્યા હતા. એસપીએ વધુમાં જણાવ્યુ હતુ કે, યશપાલે વેફરના પેકેટમાં જવાબ શીટ મુકી હતી. જેથી યશપાલે ગુજરાત જવાબ શીટ લઈને આવ્યો. આ પેપરને ઇન્દ્રવદને પોતાના સગાને આપ્યુ હતું.

આત્મહત્યા કરવાનો કર્યો હતો પ્રયાસ 

પરીક્ષા રદ થતા યશપાલ સુરતથી વડોદરા આવ્યો હતો. જે બાદ યશપાલે ગોધરાની કેનાલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યશપાલે ઇન્દ્રવદન પાસેથી વડોદરામાં 20 હજાર રૂપિયા લીધા હતા. ઇન્દ્રવદન વડોદરાના ગોત્રીનો રહેવાસી છે. જે એમઆરનું કામ કરે છે.

યશપાલ પેપર લીક થયા બાદ ફરાર હતો. પોલીસે યશપાલને વડોદરા પાસેના ઝરોદ ગામે ગોંધી રાખવામાં આવ્યો હતો. પરંતુ યશપાલને લાગ મળતા તે ગોડાઉનમાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ તેણે છાપરીના મુવાડા ગામે પહોચ્યો હતો. મિત્રને ફોન કરતા એટીએસને લોકેશન મળ્યુ. જેથી મહિસાગર જિલ્લામાં જ ધામો નાખીને બેઠેલી એટીએસે યશપાલને ઝડપી પાડ્યો હતો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter