પેપર લીક કૌભાંડનો રેલો વડોદરા કોર્પોરેશન સુધી પહોંચ્યો, યશપાલ છે માત્ર ટપાલી

પેપર લીક કાંડ મામલે અત્યાર સુધીમાં નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે સાત શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પેપર લીક કાંડમાં વડોદરા કોર્પોરેશનના અધિકારીની સંડોવણીની શક્યતા સેવવામાં આવી રહી છે. પેપરલીક કાંડમાં પોલીસે યશપાલની ધરપરકડ કરી છે. યશપાલ વીરપુરથી નહી પણ તેના જ વતન છાપરીના મુવાડાથી ઝડપાયો હતો. પેપર લીકમાં નામ આવ્યા બાદ યશપાલને વડોદરા પાસેના ઝરોદ ગામે ગોંધી રખાયો હતો.

વડોદરા કોર્પોરેશનના સેનેટરી વિભાગના અધિકારીએ તેને ગોંધી રાખ્યો હતો. પરંતુ યશપાલને લાગ મળતા તે ગોડાઉનમાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ તેણે છાપરીના મુવાડા પહોંચી ભોજન લીધુ હતુ. યશપાલે મિત્રને ફોન કરતા એટીએસને લોકેશન મળ્યુ. જેથી મહિસાગર જિલ્લામાં જ ધામો નાખીને બેઠેલી એટીએસે યશપાલને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત એટીએસે વડોદરાની કપુરાઈ ચોકડી પાસેથી બે શખ્સને ઝડપી પાડ્યા છે. જેમને પૂછપરછ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter