GSTV
Home » News » PAPER LEAK : કોઇએ ભાડે પૈસા લીધા હતા, કોઇએ રાત દિવસ મહેનત કરી હતી…

PAPER LEAK : કોઇએ ભાડે પૈસા લીધા હતા, કોઇએ રાત દિવસ મહેનત કરી હતી…

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પરીક્ષાઓ તો લેવાઇ રહી છે, પણ એ પરીક્ષાઓ કોઇને કોઇ રીતે કોઇ વિવાદમાં ફસાતી આવે છે. પરીક્ષાઓ કોર્ટ કેસના છબરડામાં ફસાય છે અને ફરી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડે છે. આ કોઇ આજકાલની ઘટના નથી. આ ગુજરાતમાં ઘણા સમયથી બનતું આવ્યું છે. જ્યારથી સોશિયલ મીડિયાનો યુગ આવ્યો છે ત્યારથી સરકાર સચેત થઇ છે, પણ પછી અંદરખાને જ રૂપિયા લાડવો ધરાવી વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરવામાં આવે છે. 

ગુજરાતના નાનકડાં એવા ગામનો એક વિદ્યાર્થી પરીક્ષાનું ફોર્મ ભરે. પછી એ પરીક્ષાની તૈયારી માટે દિવસ-રાત એક કરી નાખે. ખાવા પીવાનું સાઇડમાં રહ્યું લાઇબ્રેરી તેનું ઘર બની જાય. પોલીસ જેવી ભરતીની પરીક્ષામાં તો શારીરિક કૌશલ્ય અને સાથે સાથે પરીક્ષાની તૈયારીઓ તો ખરી જ. અને પછી થાય શું ? જે આજે બન્યું તેમ ! પેપર લીક થઇ જાય. રાત દિવસની મહેનત માથે પડે. આજે સ્પર્ધાત્મક પરીક્ષાની ચોપડીની કિંમત જાણી છે ?

પાછી પરીક્ષાઓ વિદ્યાર્થીના સેન્ટરમાં નથી લેવાતી. જૂનાગઢનો વિદ્યાર્થી અમદાવાદ ધક્કો ખાય અને અમદાવાદના વિદ્યાર્થીનો નંબર વલસાડમાં લાગે. આમા બખ્ખા તો સરકારને જ છે. મુસાફરીનું ભાડુ અને આંખમાં ઉજાગરા લઇ મધ્યમવર્ગીય પરિવારનો કોઇ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે આવે અને પરીક્ષા પેપર લીક થયા બાદ એક મહિનો પાછળ ઠેલવી દેવામાં આવે.

ફરીથી તૈયારીઓ. ફરીથી એની એ જ રામાયણ. તેમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ તો ટ્યુશન પણ રાખ્યા હોય તેમનો શું વાંક ? હવે ફરીથી એ જ તૈયારીઓ વિદ્યાર્થીએ કરવાની ? સમજવું જોઇએ કે પરીક્ષા માટેની માનસિક તૈયારી માટે ફરી સજ્જ થવું પડે છે. એ તો હાલની વિદ્યાર્થી અવસ્થામાંથી પસાર થાઓ તો ખ્યાલ આવે. જો આવી જ રીતે પેપરો લીક થતા રહે તો પછી પરીક્ષાઓ લેવાનો કોઇ મતલબ નથી. ઉપરથી કેટલાક સેન્ટરોમાં તો વિદ્યાર્થીઓને એવી રીતે ચેકિં કરવામાં આવે છે જ્યારે એ વિદ્યાર્થી નહીં કોઇ આતંકવાદી હોય.

હવે ફરી એક વખત આ ઘટનાક્રમ ચાલશે. ફરી એક વખત વિદ્યાર્થીના પૈસાનું પાણી થશે. મુસાફરી-ભાડુ-ભથ્થુ. અનામત ન હોય તેવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના ખર્ચા તો હોય જ. આ બધા ખર્ચાથી સરકારનું આર્થિક નાણું ફરતું રહેશે. બાકી વિદ્યાર્થીઓની હાલત તો જેવી હતી તેવી જ રહેવાની છે. સાવ સાફ શબ્દોમાં કહીએ તો કફોડી.

READ ALSO 

Related posts

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur

ગુજરાતની પાંચ GIDC પોલ્યુટેડ જાહેર, આ રાજ્યની જીઆઈડીસી સૌથી વધારે ફેલાવે છે પ્રદૂષણ

Mayur

સુરત : નશીલા પદાર્થોનું સેવન કરતાં 100 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!