GSTV

અઘરું બાકી / પરીક્ષા હજુ તો લેવાઈ જ નથી ત્યાં તો પેપર લીક, વિદ્યાર્થીઓ આખું વર્ષ તૈયારી કરતા રહ્યાં અને અંતે….

paper-leak

Last Updated on October 22, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ કસોટી માટે તૈયાર કરવામાં આવેલું ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહનું પેપર લીક થયું છે. ખાનગી ક્લાસિસમાં આ પેપર લીક થતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે તેમજ જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર ઘટનામાં તપાસ કરવા અને જરૂરી પગલાં લેવાની પણ સૂચના આપી છે.

બોર્ડ દ્રારા પ્રથમ કસોટી માટે તૈયાર કરાયેલું ધોરણ 10નું વિજ્ઞાન પ્રવાહનું પેપર લીક થયું છે. ખાનગી ક્લાસિસ દ્વારા આ પેપર લીક થયું છે. તમને જણાવી દઇએ કે, બોર્ડ દ્રારા પેપરની સોફ્ટ કોપી DEO ને અપાય છે કે જે શાળાને બોર્ડના પેપર મુજબ પરીક્ષા લેવી હોય તે લઇ શકે. શાળા પરીક્ષાનું પેપર કાઢે તો બોર્ડનું પેપર માન્ય નથી, પરંતુ જે શાળા બોર્ડ પાસે પેપર માંગે તે શાળામાં બોર્ડના પેપર હેઠળ પરીક્ષા લેવાય છે.

પ્રથમ પરીક્ષા સ્કૂલોએ તૈયાર કરવાની હોય છે

પ્રથમ પરીક્ષા સ્કૂલોએ તૈયાર કરવાની હોય છે. અમુક વિષયના વિષયની બ્લુ પ્રિન્ટ નીકાળીને DEO ને આપવામાં આવતી હોય છે. DEO કચેરીથી આ પેપરો સ્કૂલોને જે જરૂરિયાત હોય તે પેપર પહોંચતા હોય છે. કોઈ પણ પ્રશ્ન પેપર બહાર આવે તો તે ખોટું છે. જિલ્લા શિક્ષણાધિકારીને આ ઘટનામાં તપાસ કરવા તેમજ જરૂરી પગલાંઓ લેવા માટેની સૂચનાઓ પણ અપાઇ છે.

READ ALSO :

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!