GSTV

પેપર લીક મામલે આરોપીઓનું આજે મેડિકલ ચેકઅપ, ચારની પૂછપરછ થશે શરૂ

લોકરક્ષકની ભરતીના પેપર લીક મામલે ઝડપાયેલા આરોપીઓનું આજે મેડિકલ ચેકએપ થઈ રહ્યુ છે અને આથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તો બીજીતરફ આ કેસમાં ચાર શખ્સોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. 10 દિવસના રિમાન્ડ પર રહેલા ચાર આરોપીઓનું મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા પછી તેમની પૂછપરછ શરૂ થશે. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ થાય તેવું મનાય છે. પેપરલીક કાંડમાં મુખ્ય સુત્રધાર એવો યશપાલ હજુ ફરાર છે. તે શખ્સ જ દિલ્હીથી પેપર લઈને આવ્યો હતો. પોલીસ તેને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે.

પેપરલીક કાંડમાં પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડ્યા બાદ ગત સાંજે જજને ત્યાં રજૂ કર્યા હતા. તેમજ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ સમયે આરોપીઓએ જજ સમક્ષ પોતાનો પક્ષ જાતે જ રજૂ કર્યો હતો. જજે તમામ આપોરીઓને સાંભળ્યા હતા. આરોપીઓએ કોઈ વકીલ રોક્યો ન હતો. તેથી મફત કાનૂની સહાય હેઠળ વકીલની વ્યવસ્થા કરી હતી. જોકે વકીલ ન આવતાં આરોપીઓએ જાતે જ જજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને જજે 10 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

Read Also 

Related posts

યુરોપિયન સ્પેસ એજન્સીનો ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

pratik shah

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!