GSTV
Home » News » LRD પેપર લીક બાદ વડોદરામાં પણ આ પરીક્ષાનું પેપર લીક, સોશિયલ મીડિયામાં થયું ફરતું

LRD પેપર લીક બાદ વડોદરામાં પણ આ પરીક્ષાનું પેપર લીક, સોશિયલ મીડિયામાં થયું ફરતું

રાજ્યમાં મોટી પરીક્ષાઓના જ પેપર લીક થાય છે એવું નથી. વડોદરા સેવાસદન સંચાલિત નગર પ્રાથમિક શાળામાં ધોરણ છઠ્ઠાની ગણિતની પરીક્ષાનું પેપર પણ લીક થયું હતું. પહેલી નવેમ્બરે લેવાયેલી છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષાનું પેપર પોણો કલાક પહેલા જ વાયરલ થઈ ગયું હતું. પરીક્ષાનો સમય બપોરે બેથી પાંચનો હતો. પરંતુ સોશિયલ મીડિયામાં આ પેપર સવા વાગ્યે વાયરલ થઈ ગયું હતું. અને તે પણ જવાબ સાથેના પેપર વાયરલ બાદ ગ્રૂપમાં વિવાદ થતા બપોરે એક વાગીને 40 મિનિટથી આશરે સવા બે વાગ્યા સુધી પોસ્ટ ડીલીટ કરાઈ હતી.

NPSS વડોદરા મેથ્સ એન્ડ સાયન્સ ગ્રૂપમાં આ પેપર વાયરલ થયું હતું. ફતેહપુરા શાળા નંબર એકમાંથી પેપર વાયરલ થયાનો આરોપ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના બે સભ્યોએ પેપર લીક થયાનો આરોપ લગાવ્યો હતો. તેમણે રાજ્યના શિક્ષણ પ્રધાન, મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં જાણકારી આપી હતી. સાથે જ શાસન અધિકારીને આવેદન આપી તપાસની માંગ કરી છે. અને પુરાવા રૂપે વાયરલ થયેલા પેપરના સ્ક્રીન શોર્ટ પણ આપ્યા છે.

Related posts

હિરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં રોષ, જાણો શા માટે

Arohi

સુરતમાં હિન્દી વિધાલયના બે ટ્રસ્ટીઓની ધરપકડ, વિદ્યાથીઓ સાથે કર્યું આવું….

Arohi

ઓઢવમાં પમ્પિંગ સ્ટેશનમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત, અર્ધબેભાન થઈને પાણીમાં પડી ગયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!