GSTV
Home » News » ગુજરાત પહેલા રાજસ્થાનમાં પણ કોન્સ્ટેબલની પરીક્ષામાં પેપર લીક, જાણો

ગુજરાત પહેલા રાજસ્થાનમાં પણ કોન્સ્ટેબલની પરીક્ષામાં પેપર લીક, જાણો

ગુજરાત કોન્સ્ટેબલની પરીક્ષામાં પેપર લીક અગાઉ રાજસ્થાનમાં પોલીસ કોન્ટેબલની પરીક્ષા જૂલાઈ 2018ના બિજા સપ્તાહમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાઈ તે માટે 14 અને 15 જૂલાઈ 2018ના દિવસોમાં કર્ફ્યું લગાવી દેવાયું હતું. ઈન્ટરનેટની સર્વિસ પણ બંધ કરી દેવાઈ હતી. પરંતુ આ બધુ થયા પછી પણ રાજસ્થાનના પોલીસ વિભાગના કેટલાક પોલીસ કર્મીઓના કારનામા સામે આવ્યા હતા. જેમાં તેવો આક્ષેપ લાગ્યો હતો કે પોલીસ કર્મીઓના કારણે પેપર લીક થઈ ગયું હતું.

આ વાતની જાણ ખુદ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોલીસના મુખ્ય કચેરીએ પહોંચીને આક્ષેપ લગાવ્યો હતો. જેમાં કોટા, બારાં, જયપુર અજમેર અને અલવર સહિતના શહેરોમાં બીજી પાળીમાં આપવાનું પેપર 3 કલાક પહેલા એટલે પહેલી પાળીમાં જ આપી દેવામાં આવ્યું હતું. મતલબ જે પેપર બીજી પાળીમાં આપવાનું હોઈ તેને પહેલી પાળીમાં આપી દેવાયું હતું. આવા આક્ષેપો સાથે કેટલાક વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. છતાં તેમની કોઈ સાંભળવામાં આવી નહોતી. ત્યારે ગુજરાતમાં પણ આવી જ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં ગેરરીતિ થઈ છે. અને જેનો ખુદ LRD વિભાગના ચેરમેને સ્વીકાર કર્યો છે. અને આ પેપર લીક થવામાં ગુજરાત પોલીસના એક કર્મીનો હાથ છે.

Related posts

કેજરીવાલને ખબર પડી ચૂકી છે કે મોદી સરકારને ચપટી વગાડતા જ કેવી રીતે હરાવી શકાય ?

Mayur

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ 33 જિલ્લાના મામલતદારોને પણ રખાયા સ્ટેન્ડ બાય

pratik shah

મોદી પ્રોટોકોલ તોડે કે અમદાવાદમાં 200 કરોડ ખર્ચાય, ભારતને નહીં થાય કોઈ ફાયદો : ટ્રમ્પે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!