પેપર લીક : ભાજપના પૂર્વ નેતાએ પોલીસ અધિકારીઓ સાથે પણ કરી હતી બેઠક

પેપર લીક કાંડમાં મહત્વની ભૂમિકાભજવનાર મનહર પટેલના સીટીવી ફુટેજ સામે આવ્યા છે.આ સીસીટીવી ફુટેજ અરવલ્લીના બાયડનીવૃંદાવન હોટલ છે.કે જ્યાં મનહર પટેલ ઉચ્ચ પોલીસ અધિકારી ગણાતા કથિત ગઢવી સાહિબસાથે મુલાકાત કરી હતી.વૃંદાવન હોટલ પર મનહર પટેલ અને પોલીસ અધિકારી વચ્ચે બેઠક થઈહતી.તે વાતનો ખુલાસો અરવલ્લીના જિલ્લા પંચાયતના સભ્ય કિર્તી પટેલે સોશિયલ મીડિયાથીકર્યો હતો.કિર્તી પટેલે ફેસબુક પર મુકેલી પોસ્ટમાં હોટલના સીસીટીવી ફૂટેજ કઢાવીનેપણ ચેક કરવાની રજૂઆત કરી હતી.ત્યારે હવે હોટલના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.જેમાંમનહર પટેલ એક શકમંદ કાર દેખાઈ રહી છે.આ જ હોટલમાં મનહર પટેલે  પોલીસ અધિકારી એસ.એસ. ગઢવી ઉપરાંત વાયરલેસપીએસઆઈ સાથે મુલાકાત કરી હોવાનું મનાય છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter