GSTV
Surat ગુજરાત

પેપરમાં આવી જાહેરાત આપીને ખંખેર્યા 24.85 લાખ, નોકરી આપવાના બહાને કરી આવી હરકત

નોકરી

વર્તનામ પત્રોમાં નોકરી અપાવવા અંગેની લોભામણી જાહેરાત પ્રસિધ્ધ કરાવી તાપી જિલ્લાના સોનગઢના બી.ઇ મીકેનીકલ યુવાન સહિત 8 જણા પાસેથી રૂા. 24.85 લાખ પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી રફુચચક્કર થઇ જનાર અડાજણ ભુલકા ભવન સ્કુલ નજીકના આયુષમાન એન્ટરપ્રાઇઝના બે ભાગીદાર વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાય છે.

વર્ષ 2018ના ફેબ્રુઆરી મહિનાના અંતમાં શહેરના બે વર્તમાન પત્રમાં નોકરી અંગેની જાહેરાત વાંચી ઉકાઇની જે.કે. પેપર મીલમાં નોકરી કરતા સુરેશ દત્તુ દેવરે (રહે. વકવેલ, ઉકાઇ રોડ, સોનગઢ, તાપી) એ બી.ઇ મીકેનીકલનો અભ્યાસ કરનાર મોટા પુત્ર જયદીપની નોકરી માટે તા. 3 એપ્રિલના રોજ અડાજણ ભુલકા ભવન સ્કુલ નજીક અભિક્રમ કોમ્પ્લેક્ષમાં આવેલી આયુષમાન એન્ટરપ્રાઇઝના સંચાલક ભરત પરશુરામ તાવડે (રહે. એ/166 ત્રિલોક કો.ઓ. હા. સોસાયટી, વેડ રોડ) અને સુધીર જ્ઞાનેશ્વર શિવન્કર (રહે. એ/101 સ્ટાર ગાર્ડન, છાપરાભાઠા-અમરોલી રોડ) નો સંર્પક કર્યો હતો.

5000 બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા

ભરતે જયદીપના ડિગ્રીનો અભ્યાસ કર્યા બાદ તમારે કઇ કંપનીમાં નોકરી કરવી છે. જે કંપનીમાં નોકરી કરવી હોય તે મુજબ તમને પગાર મળશે એમ કહી તા. 25 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતા ફોક્સવેગન કંપનીમાં ઇન્ટરવ્યુની વાતચીત કરી હતી. જેના માટે ટોકન પેટે રૂા. 5000 લીધા હતા અને સહી કરેલા બે કોરા ચેક લીધા હતા. બે દિવસ પછી વધુ રૂા. 5000 જયદીપે ભરત તાવડેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

પરંતુ ત્રણેક દિવસ બાદ જયદીપના પિતા સુરેશ દેવરેએ આપેલા કોરો ચેકમાં રૂા. 2 લાખની એમાઉન્ટ ભરી બેંકમાં ડિપોઝીટ કર્યો હતો. જેની જાણ મોબાઇલ એસએમએસ થકી સુરેશભાઇને જાણ થતા ચેકનું ક્લિયરીંગ અટકાવ્યું હતું અને ભરતે ચેક પરત પણ લઇ લીધો હતો. ત્યાર બાદ બાકી પૈસા ભરશો તો જ તા. 23 એપ્રિલના રોજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે એમ કહેતા જયદીપે તા. 21 એપ્રિલના રોજ સ્ટેશન રોડની હોટલમાં રોક્ડા રૂા. 1.40 લાખ ભરતને આપ્યા હતા.

પરંતુ ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો ન હતો જેથી જયદીપે અડાજણ ખાતેની ઓફિસે તપાસ કરતા ઓફિસ બંધ હતી અને ભરતનો મોબાઇલ ફોન પણ બંધ હતો. ઇન્ટરવ્યુના નામે ભરતે વધુ એક વખત તા. 25 મે નો વાયદો કરી રૂા. 90 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. પરંતુ ઇન્ટરવ્યુ માટે કોઇ કોલ આવ્યો ન હતો અને માત્ર જયદીપ પાસેથી જ નહિ પરંતુ અન્ય 7 જણાને પણ નોકરીની લાલચ આપી તેમને નોકરી મળશે તેવી એફીડેવીટ કરાવી કુલ રૂા. 24.85 લાખ પડાવી લીધા હતા.

ભેજાબાજોએ નોકરીની લાલચે કોની-કોની પાસેથી કેટલા પૈસા પડાવ્યા

નોકરી મળશે તેવી એફીડેવીટ કરાવી ભરત તાવડે અને સુધીર શિવન્કરે જયદીપ દેવરે ઉપરાંત વિનોદ હિરજી ભીમાણી (રહે. ઇશ્વરનગર, પુણા બોમ્બે માર્કેટ રોડ) પાસેથી રૂા. 1.70 લાખ, વસંત વિઠ્ઠલદાસ રાણા (રહે. વૃંદાવન પાર્ક, ભરૂચ) પાસેથી રૂા. 5 લાખ, બાબુ વીરાભાઇ પટેલ (રહે. રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, ભટાર) પાસેથી રૂા. 2 લાખ, રાજેશ હરીભાઇ પરમાર (રહે. સરિતા સાગર સોસાયટી, અમરોલી) પાસેથી રૂા. 4 લાખ, જીતેન્દ્ર શાહ (રહે. રવિરાજ સોસાયટી, અમરોલી) પાસેથી રૂા. 4 લાખ, ભદ્રેશ ભગતલાલ કંસારા (રહે. કંસારા શેરી, મહિધરપુરા) પાસેથી રૂા. 2 લાખ અને ખતોડે રાવસાહેબ મારતંડ (રહે. આઢળામળા, તા.સંગમનેર, જિ. અહેમદનગર, મહારાષ્ટ્ર) પાસેથી રૂા. 3.25 લાખ પડાવી લીધા હતા.

Read Also

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV