પેપર કેસઃ જાણો કોણ છે કિર્તન અને તે કયા પોલીસ ઓફિસર ગઢવી સાહેબની વાત કરે છે

લોકરક્ષક ભરતી દળના પેપરલીક મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પેપર લીકના બે દિવસ પહેલા કેસના આરોપી મનહર પટેલે એક પોલીસ અધિકારી સાથે શંકાસ્પદ મુલાકાત કરી હતી. અને આ મુલાકાતનો ખુલાસો અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્યએ કર્યો છે. તેઓએ સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર એક પોસ્ટ લખી છે.

ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે, લોકરક્ષક ભરતીની પરીક્ષાના એક-બે દિવસ અગાઉ રાત્રિના 10 વાગ્યે મનહર પટેલ અને હું બાયડ પાસેની વૃંદાવન હોટલ પર મળ્યા હતા. તેણે 10 મિનિટ વાતચીત કરી હતી. જે બાદ મનહર પટેલે ગુજરાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ભોજન કરી છૂટ્યા પડ્યા હતા. કિર્તી પટેલે ફેસબુક પોસ્ટમાં જ પરીક્ષાના એક-બે દિવસ અગાઉ મનહર પટેલે બાયડ ખાતે આવી પોલીસ અધિકારી સાથે મુલાકાત કેમ કરવી પડી તેવો સવાલ કર્યો છે. તેઓએ જે પોલીસ અધિકારીની વાત કરે છે તે એસસી એસટી સેલમાં પીઆઈ હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter