GSTV

VIDEO: ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર કરવા લાગ્યો સુષ્મિતા સેન સાથે ફ્લર્ટ, જુઓ અભિનેત્રીએ પછી શું કહ્યું…

Last Updated on September 20, 2020 by Pravin Makwana

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેના હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ જોવા મળી રહી છે. અભિનેત્રી મોટા ભાગે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી હોય છે. હાલમાં જ સુષ્મિતા સેનાએ એક જૂનો વીડિયો શેર કર્યો છે. જેમાં જે દુલ્હનના વેશમાં જોવા મળી રહી છે .પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે મીડિયા સાથે અભિનેત્રી વાત કરી રહી હતી. ત્યારે જ એક મીડિયા કર્મએ તેની સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું અને તેને રોમેન્ટિક શાયરી સંભળાવવા લાગી હતી. જેને સાંભળી સુષ્મિતા પણ શરમાઈ જાય છે.

વીડિયોમાં એક શખ્સ સુષ્મિતાને કહે છે કે, “इतना आइना मत देखा करो, वर्ना आपकी खूबसूरती और नजाकत से दिल तो टूटते ही हैं, किसी दिन आइना भी टूटेगा.” જેના પર અભિનેત્રી હાય….હાય….આ તૈયાર કરીને આવ્યા હતા, કે અત્યારે જ તૈયાર કર્યું. જેને સાંભળી સામેવાળા શખ્સો કહ્યું કે, “आप खुद एक गजल हो, लिखते जाते हैं.” સુષ્મિતાના આ જૂના વીડિયો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે, અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, 1994 માં સુષ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. જે બાદ અભિનેત્રીએ ફિલ્મ ઉદ્યોગમાં પણ સાહસ કર્યું હતું. સુષ્મિતાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે હાલમાં જ વેબ સીરીઝ ‘આર્ય’ માં જોવા મળી હતી. જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યું હતું અને તેને બિરદાવ્યા પણ હતા. આ સિવાય અભિનેત્રી તેના બોયફ્રેન્ડ રોહમન શાલ સાથેના સંબંધોને કારણે પણ હેડલાઇન્સમાં છે.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!