GSTV
Home » News » પિતાની બિમારી પર પહેલી વખત રણબીર કપૂરે આપ્યું આ નિવેદન

પિતાની બિમારી પર પહેલી વખત રણબીર કપૂરે આપ્યું આ નિવેદન

હાલમાં બૉલીવુડના સુપરસ્ટારમાંથી એક રિષી કપૂર ન્યૂયોર્કમાં છે અને પોતાની બિમારીની સારવાર કરાવી રહ્યાં છે, તેમની સાથે તેમની પત્ની નીતુ કપૂર પણ છે. તેમની બિમારીને લઇને અવાર-નવાર સમાચાર સામે આવે છે. હાલમાં તેમના ભાઈ રણધીર કપૂર અને કરીશ્મા કપૂર તેમને મળવા માટે ત્યાં પહોંચ્યા હતાં, જેની તસ્વીર નીતૂ કપૂરે શેર કરી હતી. જોકે, હજી સુધી કપૂર પરીવારના કોઈ પણ વ્યક્તિએ રિષી કપૂરની બિમારીને ખુલીને નિવેદન આપ્યું નથી, પરંતુ પ્રથમ વખત પોતાના પિતાના આરોગ્ય પર રણબીર કપૂરે મીડિયામાં મૌન તોડ્યું છે.

પિતા માટે રણબીર કપૂરે કહી આ વાત

મંગળવારે જી સિને એવોર્ડ 2019 સેરેમની દરમ્યાન રણબીરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “પિતા સ્વસ્થ થઈ રહ્યાં છે અને તેઓ ટૂંક સમયમાં પાછા આવશે. તેઓ ફિલ્મમાં કામ કરવાનુ મિસ કરી રહ્યાં છે. હું આશા કરુ છું કે તમારી પ્રાર્થનાઓને કારણે તેઓ ટૂંક સમયમાં ભારત પાછા આવી જશે. જોકે, તેમણે પણ રિષી કપૂરની બિમારી પર કશું કહ્યું નથી.

નીતુ કપૂરે કર્યુ હતું આ ટ્વિટ

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નીતુ કપૂરે નવા વર્ષે પરીવારની તસ્વીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, 2019ની શુભકામનાઓ. ચાલુ વર્ષે કોઈ સંકલ્પ નથી, ફક્ત એક ઈચ્છા છે કે ભવિષ્યમાં કેન્સર ફક્ત રકમ નિશાન હોય (કેન્સર ખત્મ થાય), નફરત ના હોય, ગરીબી ઓછી હોય, પ્રેમ અને ખુશી સાથે-સાથે આગળ વધે અને સૌથી રસપ્રદ વાત બધા સ્વસ્થ રહે.

બિમારી પર કોઈ નિવેદન નથી

નીતૂના આ મેસેજ બાદ સમજાયુ હતું કે રિષી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યાં છે, જોકે, આ અંગે કોઈ નિવેદન પરીવાર તરફથી સામે આવ્યું નથી.

રિષી કપૂરે કર્યુ હતું આ ટ્વિટ

અહીં જણાવવાનું કે રિષી કપૂરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સારવાર માટે ન્યૂયોર્ક નિકળતા પહેલા ટ્વિટર દ્વારા પોતાના પ્રશંસકોને માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, તેઓ થોડા સમય માટે અમેરીકા જઈ રહ્યાં છે અને જેનુ કારણ મેડિકલ ટ્રીટમેન્ટ છે. રિષી કપૂરે પોતાના પ્રશંસકોને પરેશાન ના થવા માટે કહ્યું છે અને લખ્યં છે કે તેઓ ટૂંક સમયમાં પરત આવશે.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel