GSTV

આ છે દુનિયાનો પહેલો લિક્વિડ ફિલ્ડ લેંસવાળો ખાસ કેમેરા, ફોટામાં આપે છે સ્પેશિયલ ઈફેક્ટ

ફોટોગ્રાફ્સમાં ખાસ અસર આપવા માટે લોમોગ્રાફી કંપનીએ એક અનોખો કેમેરા તૈયાર કર્યો છે. તે લીક્વીડથી ભરેલો લેન્સ ધરાવતો વિશ્વનો પહેલો કેમેરો છે. ઇન્ટરસ્ટ્રિંગ ઇફેક્ટ્સ બતાવે છે. ગયા વર્ષથી કંપની આવો કેમેરા બનાવવાનું કામ કરી રહી હતી. હવે તેનું કામ પૂરું થઈ ગયું છે. બ્રિટીશ ફોટોગ્રાફર થોમસ સટનને લિક્વિડ ફીલ્ડ કેમેરો બનાવ્યો હતો. હવે લોમોગ્રાફી કંપનીએ આ લેન્સની એક કોપિ તૈયાર કરી છે જે 35-મીમીના પેનારોમિક ફિલ્મ કેમેરામાં લગાવી છે. આ નવા કેમેરાનું નામ કંપની દ્વારા હાઇડ્રોક્રોમ સટન પેનોરેમિક બેલેઅર કેમેરા રાખવામાં આવ્યું છે.

કેમેરા પ્લાસ્ટિકથી બનેલો છે. આ કેમેરા 35-મીમીની ફિલ્મમાં મનને ગમે એવા ફોટા શૂટ કરે છે. તેના લેન્સમાં ટ્યુબ અને વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સિરીંજ દ્વારા પ્રવાહી ભરવામાં આવે છે. લેન્સમાં ચા કે કોફી, પાતળા પેઇન્ટ, સોયા મિલ્ક અથવા ડિટરજન્ટ જેવા વિવિધ પ્રકારનાં લિક્વિડનો ઉપયોગ કરી શકાય છે. જે જુદી જુદી અસરો આપશે. વિશ્વના કેટલાક ભાગોમાં પ્રી ઓર્ડર માટે યુએસ $79ની કિંમતથી મળે છે. ડિલિવરી નવેમ્બરના અંતથી શરૂ કરવામાં આવશે. તમે પણ કેમેરાનું બુકીંગ કરાવી શકો છો.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!