GSTV
Home » News » મહારાષ્ટ્ર :BJP નેતા પંકજા મુંડેએ ટ્વીટર બાયો પરથી હટાવ્યુ પાર્ટીનું નામ, ઘણી અટકળો શરૂ

મહારાષ્ટ્ર :BJP નેતા પંકજા મુંડેએ ટ્વીટર બાયો પરથી હટાવ્યુ પાર્ટીનું નામ, ઘણી અટકળો શરૂ

મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો હોય તેવુ લાગી રહ્યું છે. અને ખાસ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ બળવાના સૂર ઊઠી રહ્યા છે. ભાજપના કદાવર નેતા સ્વ. ગોપીનાથ મુંડેની દિકરી અને નેતા પ્રમોદ મહાજનની ભાણેજ દેવેન્દ્ર ફડણવીસથી નારાજ થયેલી પંકજા મુંડે ભાજપનો સાથ છોડી તેવી હિલચાલ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.પંકજા મુંડેએ ફેસબુક પર પોસ્ટથી બળવાના સંકેતો આપ્યા છે. પંકજા મુંડેના પિતા ગોપીનાથ મુંડેની વરસી 12 ડિસેમ્બરના રોજ હોવાથી તેમના સમર્થકોને બેઠક બોલાવી છે. તે દિવસે કોઈ મોટી જાહેરાત કરે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

ભાજપમાં બદલાઈ રહેલા રાજકારણના સમયે શિવસેના નેતા તથા સાંસદ સંજય રાઉતે પંકજા મુંડે શિવસેનાના સંપર્ક હોવાનું જણાવી ભાજપને ટેન્શનમાં મૂક્યું છે. જો કે ભાજપના પ્રવક્તાએ રદિયો આપ્યો છે. જેઓએ ખુલાસો કર્યો છે કે પંકજા મુંડે ભાજપની સાથે છે.પંકજા મુંડે અને દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રમાં ઓછુ બને છે. પંકજાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ તતા ગૃહ પ્રધાન અમીત શાહ સુધી તેઓ ચૂંટણી હાર્યા નથી. પરંતુ તેમને હરાવવામાં આવ્યા હોવાની વિગતવાર રજૂઆત છે.

પંકજાએ આવી ઘણી વાતો કેન્દ્રમાં સીનિયર નેતાઓને પુરાવા સાથે જણાવી છે. કેવી રીતે તેમને ચૂંટણી હરાવવા માટે કામ કરવામાં આવ્યું છે. પંકજા વર્ષ 2009 અને 2014માં બીડ જિલ્લાના પરલી વિધાનસભા મતદાર ક્ષેત્રથી ચૂંટણી લડયા હતા. 206 કરોડ રૂપિયાની ચીકી કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું. પંકજા ફડણવીસથી નારાજ હોવાનું ચર્ચા છે. ભાજપ ભલેપંકજા મુંડેની વાતને અફવા ગણે છે પરંતુ બીજી તરફ પંકજા મુંડે શિવસેના સાથે સંપર્કમાં હોવાનું ખુદ શિવસેના નેતા સંજય રાઉત કહી રહ્યા છે. ભાજપમાં રહેવું કે પક્ષ પલ્ટો કરવો એ વાતની જાહેરાત 12 ડિસેમ્બરના રોજ ખબર પડશે એમ સંજય રાઉતે ઉમેર્યું હતું.

ભાજપ નેતા પંકજા મુંડેએ પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી ભાજપનો લોગો હટાવી દીધો છે. પંકજા મુંડે 12 ડિસેમ્બરે સમર્થકોને મળીને કોઈ મોટી જાહેરાત કરશે એવી શક્યતા વર્તાઈ રહી છે. આ વાતની જાણ પંકજાએ પોતાના ફેસબુક પરની એક પોસ્ટમાં કરી હતી. તેઓએ કહ્યું હતું કે બદલાતી જતી રાજકીય પરિસિૃથતિમાં પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે.હું 8 થી 10 દિવસમાં કોઈ મોટો નિર્ણય લઈ શકુ છું. ફડણવીસ સરકારના ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડે પોતાના જ ગઢ પરલીથી ચૂંટણી હારી જતાં નામોશી સહન કરવી પડી હતી. પંકજાને તેમના જ પિતરાઈ ભાઈ અને કટર હરિફ એન.સી.પી. નેતા ધનંજય મુંડેએ પોતાની બહેનને લગભગ 30 હજાર મતોથી પરાજિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013ના અંતમાં ભાજપના નેતા ગોપીનાથ મુંડેને ભાજપના મોવડી મંડળ સામે નારાજગી વ્યાપી હતી. તે વેળા એટલે કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ સાથે છેડો ફાડીને ગોપીનાથ મુંડે કોંગ્રેસ સાથે હાથ મિલાવશે એવી જોરદાર રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી. પણ ગોપીનાથ મુંડે ભાજપના નેતૃત્વે મનાવી લીધા હતા અને વર્ષ 2014માં ભાજપની સરકાર કેન્દ્રમાં બનતાં તેમને કેન્દ્રીય પ્રધાન પદ આપ્યું હતું.

પંકજા ભાજપ નહીં છોડેઅફવા ફેલાવશો નહીં : ચંદ્રકાન્ત પાટીલ

પંકજા મુંડે ભાજપ સાથે છેડો નહીં ફાડે એટલે કે ભાજપ છોડશે નહિ. તે  ભાજપ છોડીને ક્યાંય નહીં જાય એવી આશા ભાજપના નેતા તથા પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે વ્યક્ત કરી હતી. પરાજિત થયા બાદ નારાજ થયેલા પંકજા મુંડે પણ છોડે છે એવો આૃર્થ બિલકુલ થતો નથી. આ માત્ર અફવા છે. તેને ફેલાતી અટકાવવા ચંદ્રકાન્ત પાટીલે અપીલ કરી હતી. ભાજપના નેતા વિનોદ તાવડેએ પણ કહ્યું હતું કે પંકજા મુંડે ભાજપ છોડશે એવું તેમનું કહેવું નથી. પક્ષને મજબૂત કરવામાં પંકજા મુંડેનું યોગદાન મોટુ છે.

READ ALSO

Related posts

બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ

Karan

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!