ફિલ્મો અને ઓટીટીના હોનહાર અભિનેતા પંકજ ત્રિપાઠીનાં પત્ની મૃદુલા પહેલીવાર સ્ક્રીન પર દેખાશે. આગામી ફિલ્મમાં તેમનો એક સીન જોવા મળશે. આ ફિલ્મમાં બંગાળી સાડી પહેરવાનો ચાન્સ મળતો હોવાથી મૃદુલાએ સંમતિ આપી દીધી હોવાનું પંકજ કપૂરે જણાવ્યું હતું.

પંકજ કપૂર જ્યારે વર્ષો પહેલાં સ્ટ્રગલ કરતા હતા ત્યારે અધ્યાપિકા મૃદુલાએ તેમને આ સંઘર્ષમાં સાથ આપ્યો હતો. મૃદુલાએ ત્યારે નોકરી કરી ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી અને પંકજ કપૂરને સંઘર્ષ માટે મોકળું મેદાન પુરું પાડયું હતું. પંકજ કપૂરે પત્નીના આ સમર્પણની વાત અનેક વખત શેર કરી છે. હવે પંકજ કપૂરે શેર કર્યા અનુસાર આગામી ફિલ્મ શેરદીલમાં પહેલીવાર પત્ની મૃદુલા એક સીનમાં દેખાશે. ફિલ્મના ડાયારેક્ટર શ્રીજીત મુખરજીએ મૃદુલાને કહ્યું હતું કે આ ફિલ્મમાં એક બંગાળી સ્ત્રીનું પાત્ર છે. એક જ સીન માટે તેનું કામ છે.

આ સીનમાં બંગાળી સાડી પહેરીને કેમેરા સામે આવી શકાશે એ આકર્ષણે મૃદુલાએ સંમતિ આપી દીધી હતી. પંકજ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર મૃદુલાને માત્ર સાડીનું પ્રલોભન અપાયું છે. તે સિવાય તેને આ સીન કરવા માટે એક રુપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી.
આઈફા એવોર્ડમાં પંકજ ત્રિપાઠી સાથે તેની દીકરી આશી પણ જોવા મળી હતી. જોકે, પંકજના જણાવ્યા અનુસાર આશીને સાહિત્ય અને વાંચનલેખનમાં બહુ રસ છે અને તે હાલ મન લગાવીને ભણી રહી છે. આજની તારીખે બોલિવુડમાં પ્રવેશવાની તેની કોઈ યોજના નથી.
READ ALSO
- દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ
- નવતર પહેલ / દેશમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી આપશે દરિયામાં ખેતી કરવાની તાલીમ, જાણો કેટલા વર્ષનો છે આ કોર્ષ
- LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ
- 13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ