ઘણીવાર જોવામાં આવ્યું છે કે કોઈ ફિલ્મ શૂટિંગ દરમિયાન જ કોન્ટ્રોવર્સીમાં જ આવી જાય છે. આવુ જ એક ઉદાહરણ સામે આવ્યુ જ્યારે કૃતિ સેનનની અપકમિંગ ફિલ્મની શૂટિંગ વચ્ચે જ રોકી દેવામાં આવ હતી. ચૂરૂ જિલ્લા મુખ્યાલય પર શૂટિંગ દરમિયાન અસલી પોલીસ આવી ગઈ એને ચૂરૂની કોતવાલી થાના પોલીસ સ્ટેશને ફિલ્મને રોકી તેના સામાનને સીજ કર્યો. હકિકતે ફિલ્મની શૂટિંગ પરમિશન વગર કરવામાં આવી રહી હતી.
બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન પર ફિલ્મ મિમીના દૃશ્ય, ચુરૂમાં ફિલ્માવવામાં આવી રહ્યાં હતા પરંતુ આ બાબતે કોઈ અધિકારીની મંજુરી લેવામાં આવી ન હતી. આ કારણ આ કાર્યવાહી કરવી પડી. ફિલ્મ મિમીનો પહેલો શેડ્યૂલ રાજસ્થાનથી જ શરૂ થયો છે. જિલ્લા કલેક્ટર સંદેશ નાયકે એસપીને આદેશ કર્યો ત્યાર બાદ ત્યાં પહોંચેલી કોતવાલી થાણા પોલીસે કાર્યવાહી શરૂ કરી.
એસપી તેજસ્વની ગૌતમે જણાવ્યું કે ફિલ્મ મિમીના ડાયરેક્ટરે જિલ્લા કલેક્ટરને પરમિશન માટે પત્ર લખ્યો હતો ત્યારબાદ એસપીને પુછ્યું કે શું તેમને અનુમતી આપવી યોગ્ય રહેશે. તેમના દ્વારા વગર અનુમતિએ શૂટિંગ શરૂ કરી દીધું જેના પર કોતવાલી પીઆઈને સુચના આપવામાં આવી અને તેમને ઉપકરણોને સીજ કરી વિધિવત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાં.
પહેલા ઘણી ફિલ્મોમાં સાથે નજરે આવી ચુક્યાં છે કૃતિ-પંકજ
ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન ઈંગ્લિશ-વિંગ્લિશ જેવી ફિલ્મ બનાવી ચુકેલા એક્ટર લક્ષ્મણ ઉતેકર કરી રહ્યાં છે. આ ડ્રામાં ફિલ્મમાં એક્ટર પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન લીડ રોલમાં છે. આ પહેલા બંને સ્ટાર લુકાછુપી અને બરેલી કી બરફીમાં એક સાથે નજરે આવ્યા હતા.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ