GSTV

કાલિન ભૈયા કી તો નિકલ પડી…પંકજ ત્રિપાઠીની હૉલીવુડમાં એન્ટ્રી, આ સુપરસ્ટાર સાથે કરશે ફિલ્મ

બોલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીને હોલિવૂડના મોખરાના કલાકાર ક્રીસ હેમ્સવર્થ સાથે એક ફિલ્મ કરવા માટે સાઇન કરાયો હોવાની જાણકારી મળી હતી.

અત્યાર અગાઉ  પંકજ ત્રિપાઠી બોલિવૂડમાં ન્યૂટન, બરેલી કી બરફી અને સ્ત્રી જેવી હિટ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યો છે. બોલિવૂડની ફિલ્મો કરતી વખતે પણ એની ઇચ્છા  હોલિવૂડની ફિલ્મ કરવાની હતી અને એ પોતાની આ ઇચ્છા મિડિયા સાથેની વાતચીત દરમિયાન વ્યક્ત કરી ચૂક્યો હતો.

ગયા વર્ષના નવેંબરમાં ક્રીસ હેમ્સવર્થ પોતાની ઢાકા ફિલ્મના શૂટિંગ માટે ભારતની મુલાકાતે આવ્યો હતો. એ સમયે પંકજ ત્રિપાઠીએ ક્રીસ સાથે મુલાકાત કરી હતી. ઢાકા ફિલ્મના ડાયરેક્ટર સામ હાર્ગ્રેવ આ ફિલ્મથી સ્વતંત્ર ડાયરેક્ટર બની રહ્યા છે. અત્યાર અગાઉ સામે એવેન્જર્સ ઇન્ફિનિટી વૉર ફિલ્મના સેકંડ ડાયરેક્ટર તરીકેની જવાબદારી અદા કરી હતી.

પંકજ ત્રિપાઠી આ ફિલ્મના યુનિટ સાતે બેંગકોકના શૂટિંગ શિડયુલમાં જોડાશે એવી જાણકારી એની નિકટનાં સૂત્રોએ આપી હતી. આમ હોલિવૂડની પહેલીજ ફિલ્મથી પંકજ ટોચના યુનિટ અને કલાકારો સાથે કામ કરવાનો છે.

Read Also

Related posts

હવે પુરા કપડાં પહેરવા લાગી છે સની લિયોની, નવા અંદાજ પાછળનું આ છે કારણ

Arohi

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!