GSTV

ફાયદો/ આ બેંક આપી રહી છે માસિક 30 હજાર રૂપિયા મેળવવાનો મોકો, ખાતુ ખોલાવી ભવિષ્યને બનાવો વધુ સારું

બેંક

Last Updated on January 30, 2021 by Sejal Vibhani

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક PNB ગ્રાહકોને નેશનલ પેંશન સિસ્ટમ ખાતા ખોલાવવાની સુવિધા આપી રહી છે. NPS માં રોકાણ કરવાથી તમે ભવિષ્યની ચિંતાઓથી મૂક્તિ મેળવવાની સાથે અનેક સુવિધાઓ પણ પ્રાપ્ત કરી શકો છો. NPS એક એવી યોજના છે જેના હેઠળ તમે વૃદ્ધાવસ્થા માટે પૈસાની વ્યવસ્થા કરી શકો છો. જણાવી દઈએ કે, નેશનલ પેંશન સિસ્ટમ જાન્યુઆરી 2004માં સરકારી કર્મચારીઓ માટે ખોલવામાં આવી હતી. જેને 2009માં તમામ કેટેગરીના લોકો માટે ખોલવામાં આવી.

PNBની વેબસાઈટ અનુસાર, અમારી બેંકે અમારી દરેક શાખાઓના માધ્યમથી નેશનલ પેંશન સિસ્ટમ શરૂ કરી છે. PNBને પોઈન્ટ ઓફ પ્રેઝેન્ટ્સ (POP)ના રૂપમાં રજિસ્ટર્ડ કરાઈ છે. બેંકે કહ્યું કે, અમારી તમામ શાખાઓ NPS સંચાલન માટે ઈન્ડિવિઝ્યૂઅલની સહાયતા માટે પોઈન્ટ ઓફ પ્રેઝેન્ટ્સ શાખાઓના રૂપમાં કાર્ય કરશે.

ભવિષ્યને બનાવો વધુ સારું

  • પોર્ટેબલ અકાઉન્ટના ફાયદાઓ મેળવો.
  • કસ્ટમાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટનો લાભ ઉઠાવો.
  • લો-કોસ્ટ સ્ટ્રક્ચરની સુવિધા મેળવો.
  • 70ની ઉંમર સુધી રોકાણ કરવાનો વિકલ્પ મેળવો.

બે પ્રકારના હોય છે અકાઉન્ટ

NPS માં બે પ્રકારના અકાઉન્ટ હોય છે. પ્રથમ ટિયર-I અને બીજું ટિયર-II. ટિયર-I એક રિટાયરમેન્ટ અકાઉન્ટ હોય છે. જેને દરેક સરકારી કર્મચારી માટે ખોલવું અનિવાર્ય છે. ત્યારે ટિયર-II એક વોલેંટરી અકાઉન્ટ હોય છે. જેમાં કોઈ પણ વેતન મેળવનાર પોતાના તરફથી રોકાણ શરૂ કરી શકે છે. અને ગમે ત્યારે પૈસા ઉપાડી શકે છે. NPSમાં રોકાણ માટે ઓછામાં ઓછી આયુ મર્યાદા 18 વર્ષ છે. જ્યારે વધુમાં વધુ ઉંમર 60 વર્ષ છે.

આ રીતે દર મહિને મળશે 30 હજાર રૂપિયા

NPS માં માસિક રોકાણ- 5,000 રૂપિયી

30 વર્ષમાં કુલ યોગદાન- 18 લાખ રૂપિયા

રોકાણનું અનુમાનિત રિટર્ન- 10%

મેચ્યોરિટી પર કુલ રકમ- 1.13 કરોડ રૂપિયા

એન્યુટીની ખરીદી- 40 %

અનુમાનિત એન્યુટી રેટ- 8%

ટેક્સ ફ્રી વિડ્રોઅલ-મેચ્યોરિટી અમાઉન્ટના 60%

60ની ઉંમર પર પેંશન-30,391 રૂપિયા માસિક

એકમુશ્ત કેશ- 68.37 લાખ રૂપિયા

અહીં NPS કેલ્ક્યુલેટર પર 40% રકમથી એન્યુટી ખરીદવા પર કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું છે. 40 % એન્યુટી ખરીદવી જરૂરી છે.

pnb

આ રીતે ખોલાવો e-NPS ખાતું

NPS ખાતું ખોલાવવા માટે સૌ પ્રથમ PNBની સત્તાવાર વેબસાઈડ પર લોગિન કરો. ઓનલાઈન  સબસ્ક્રાઈબર રજિસ્ટ્રેશન પેજ પર ન્યૂ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. તમારા વર્ચ્યુઅલ આઈડી નંબર નાખી રજિસ્ટર્ડ નંબર પર OTP પ્રાપ્ત કરો. એકનોલેજમેન્ટ નંબર જનરેટ કરી વ્યક્તિગત માહિતી ભરો. માહિતી ભર્યા બાદ PRAN નંબર પ્રાપ્ત કરી લોગિન કરો.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!