GSTV
Home » News » આ જોયા બાદ પાણીપુરી ખાવાની જરૂરથી છોડી દેશો તેની ગેરેન્ટી, ટોઈલેટમાં જ…

આ જોયા બાદ પાણીપુરી ખાવાની જરૂરથી છોડી દેશો તેની ગેરેન્ટી, ટોઈલેટમાં જ…

અમદાવાદના નારણપુરાના વરદાન ટાવર નજીક આવેલી લક્ષ્મી પાણીપૂરીના માલિકે ટોઈલેટને અડીને પાણીપૂરીનો ઢગલો કરતાં સ્થાનિક રહીશોએ જનતા રેડ કર્યા પછી મ્યુનિ. જાગી હતી અને દુકાન સીલ કરી હતી. સોમવારે સાંજે લક્ષ્મી પાણીપૂરી સેન્ટરમાં પૂરી શૌચાલયની બાજુમાં મુકવામાં આવી હોવાનું લોકોને જાણવા મળ્યું હતું.

સ્થાનિકોએ જનતા રેડ કરી હતી અને ગંદકીથી ખદબદતી જગ્યાએથી પાણીપૂરીની પૂરી પકડાતાં લોકોએ ઉશ્કેરાયા હતા અને દુકાનમાં તેમજ બહાર તોડફોડ પણ કરી હતી. જનતા રેડ પછી કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ જાગ્યો હતો. હેલ્થ વિભાગે નવેસરથી મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી દુકાન નહીં ખોલવાની નોટિસ મારી હતી. તેમજ પૂરીનો જપ્ત કર્યો હતો.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!