GSTV
Home » News » થિયેટરમાં ચાલી રહી હતી પદ્મવાત, શખ્સે પેટ્રોલ બોમ્બ ફેંકી કર્યો ધમાકો

થિયેટરમાં ચાલી રહી હતી પદ્મવાત, શખ્સે પેટ્રોલ બોમ્બ ફેંકી કર્યો ધમાકો

25 જાન્યુઆરી એટલે કે ગુરૂવારે કર્ણાટકના બેલાગાવીમાં રાત્રે પ્રકાશ થિયેટર બહાર કેટલાક તોફાની તત્વોએ પેટ્રોલ બોબ્મનો ધમાકો કર્યો હતો. આ હુમલામાં જાનહાનિ થયાના કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ બોમ્બના વિસ્ફોટથી સિનેમાહોલમાં ફિલ્મ નિહાળનારા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. પેટ્રોલ બોમ્બના વિસ્ફોટનો અવાજ સાંભળી લોકો બહાર ભાગ્યા હતાં તો થિયેટર બહાર આગનો નજારો જોવા મળ્યો હતો અને અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

મીડિયા અહેવાલ મુજબ, થિયેટર બહાર પેટ્રોલ બોમ્બનો વિસ્ફોટ કરનારા તોફાની તત્વો સામે પોલીસ તપાસ કરી રહીં છે. જોકે, અત્યારે એવી અટકળોએ જોર પકડ્યું છે કે ફિલ્મ પદ્માવતના વિરોધમાં તોફાની તત્વોએ આ હુમલો કર્યો છે. આ ઘટના રાત્રે સાડા નવ વાગ્યે ઘટી હતી.

સીસીટીવી ફૂટેજ મુજબ, તોફાની બાઈક સવારોએ આ ઘટનાને અંજામ આપી દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. પીઆઈ આઈએચ સાતેનાહલ્લીએ જણાવ્યું કે, ફિલ્મ પદ્માવતના વિરોધમાં કેટલાક તોફાની તત્વો દ્વારા આવું કૃત્ય કરાયું છે. તેમણે કહ્યું, કેટલાક તોફાની બાઈક સવારો પેટ્રોલવાળો બોમ્બ અને ફટાકડા લઇ આવ્યા હતાં અને વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટની ભયંકર અવાજથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, થોડા સમય પછી ફિલ્મને શરૂ કરી દેવામાં આવી હતી.

મહત્વનું છે કે, ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતની રિલીઝના વિરોધમાં કેટલાક રાજપૂત સંગઠનો પહેલેથી જ વિરોધ દર્શાવી રહ્યાં છે. જેમાં રાજસ્થાનની કરણી સેના મહત્વનો ભાગ ભજવે છે. કરણી સેના અને તેની બીજી સેનાઓ પર હિંસક પ્રદર્શનનો આરોપ પણ લાગ્યો છે. પદ્માવતના વિરોધ વચ્ચે સેન્સર બોર્ડે ફિલ્મને લીલીઝંડી આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં ફિલ્મની રિલીઝ પરથી પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો હતો. બાદમાં પદ્માવતના હિંસક વિરોધ વચ્ચે ગુરૂવારે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાત સિવાય દેશના બીજા રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થઈ ગઈ. દરમ્યાન દેશના કેટલાક શહેરોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી.

મહત્વનું છે કે, કરણી સેનાએ સંજય લીલા ભણશાળી પર આક્ષેપ લગાવ્યો હતો કે તેમણે ફિલ્મના ઈતિહાસ સાથે છેડછાડ કરી છે, તો જવાબમાં ભણશાળીએ કરણી સેનાને વિશ્વાસ અપાવ્યો હતો કે ફિલ્મમાં રાજપૂત સમાજના માન-સન્માનને ઠેસ પહોંચે તેવું કંઈ દર્શાવવામાં આવ્યું નથી. ફિલ્મના વિરોધ વચ્ચે દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા વિસ્તારોના થિયેટર માલિકો દહેશતમાં છે.

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

જાપાન 6.5ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યુ, શક્તિશાળી આચકા બાદ અપાઇ સુનામીની ચેતવણી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!