GSTV
Food Funda Life Trending

ઘરે જ બનાવો બાળકોની મનપસંદ વાનગી પનીર ચીલી, માત્ર 15 જ મિનિટમાં થઈ જશે તૈયાર

પનીરનું નામ આવે એટલે મનમાં ઘણી બધી વાનગીઓ યાદ આવે, એમાંય પનીર ચીલી તો આપણા બધાની મનપસંદ વાનગી છે. તેથી જ આજે અમે તમારા માટે પનીર ચીલીની રેસિપી લઈને આવ્યા છીએ, તમે તેને કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકો છો, પછી તે રોટલી, પુરી કે ભાત હોય.તો ચાલો શરુ કરીએ :-

પનીર ચીલી

સામગ્રી:-

  • પનીર: 250 ગ્રામ
  • ડુંગળી : 1 (ઝીણી સમારેલી)
  • લીલા મરચા : 4 (ઝીણા સમારેલા)
  • કેપ્સીકમ : 1 (સમારેલું)
  • લીલી ડુંગળી: 2 (ઝીણી સમારેલી)
  • આદુ લસણ : (બારીક)
  • આદુ લસણની પેસ્ટઃ 2 ચમચી
  • મેંદો : 50 ગ્રામ
  • મકાઈનો લોટ: 2 ચમચી
  • ચિલી સોસ: 1 ટીસ્પૂન
  • ટોમેટો સોસ: 1 ટીસ્પૂન
  • સોયા સોસ: 1 ચમચી
  • કાળા મરી પાવડર: 1/2 ચમચી
  • તેલ – 50 ગ્રામ
  • મીઠું – 1/2 ચમચી
  • હળદર – 1/2 ચમચી
  • ગરમ મસાલો/વેજીટેબલ મસાલો – 1 ચમચી

પનીર ચીલી કેવી રીતે બનાવશો?

  • સૌપ્રથમ એક બાઉલમાં મેંદો , મકાઈનો લોટ, મરચું અને મીઠું મિક્સ કરો અને તેની ઝીણી પેસ્ટ બનાવો.હવે તેમાં પનીર નાખો અને તેને મિક્સ કરો અને થોડી વાર રહેવા દો.
  • પછી એક પેનમાં થોડું તેલ લો અને તેમાં પનીર ટિક્કી તળી લો.
  • પછી તેને એક વાસણમાં કાઢી લો.
  • પછી તે જ તેલમાં આદુ લસણ બારીક, ડુંગળી, મરચું અને કેપ્સિકમ નાખીને શેકી લો.
  • થોડીવાર શેક્યા બાદ તેમાં સોયા સોસ, ટોમેટો સોસ, લીલા મરચાંની ચટણી, મરચાંનો પાવડર, આદુ લસણની પેસ્ટ નાખીને શેકી લો.
  • પછી તેમાં થોડું પાણી નાખો અને બાકી રહી ગયેલી પનીર ગ્રેવી ઉમેરીને થોડીવાર ચડવા દો.
  • પછી તેમાં પનીર નાખો અને પછી તેને થોડીવાર પકાવો.
  • પછી ગેસ બંધ કરો અને ઉપર લીલી ડુંગળી નાખો
  • પનીર ચીલી તૈયાર છે.

મહત્વપૂર્ણ ટીપ્સ:-

  • પનીરનું બેટર બહુ પાતળું ન હોવું જોઈએ.
  • બેટરમાં પનીરને ઉમેર્યા પછી, તેને સેટ થવા માટે થોડીવાર રાખવાથી, તે સારી રીતે મિક્સ થાય છે અને સારું બને છે.

READ ALSO

Related posts

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL

અંકિતા ભંડારીના હત્યારાઓનો થશે નાર્કો ટેસ્ટ, મુખ્ય આરોપી ભાજપના નેતાનો પુત્રઃ એડીજીએ આપ્યા આ સંકેત

HARSHAD PATEL
GSTV