GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

પંડ્યા બ્રધર્સ આવ્યા આમને સામને, એવુ તો શું કર્યું હાર્દિકે કે માંગવી પડી કૃણાલની માફી

પંડ્યા બંધુઓ દક્ષિણ આફ્રિકા સામેની ટી -૨૦ શ્રેણી પહેલા ખૂબ જ મહેનત કરી રહ્યાં છે. ત્રણ મેચની ટી-20 શ્રેણીની પહેલી મેચ ધર્મશાળામાં 15 સપ્ટેમ્બરના રોજ રમાશે. હાર્દિક પંડ્યા ખૂબ જ જોરદાર રમ્યો અને કૃણાલના દડાને મેદાનની બહાર પહોંચાડ્યોં.

હાર્દિક અને કૃણાલ બંને ટી -20 શ્રેણી માટે ભારતની 15 સભ્યોની ટીમનો ભાગ છે. આ દરમિયાન હાર્દિકે નેટ પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે નેટ પર જોરશોરથી પ્રેક્ટિસ કરતો જોવા મળી શકે છે.

હાર્દિકે એક શૉટ રમ્યો જે કૃનાલના માથા ઉપર ગયો અને તે માંડ માંડ બચ્યો. જો કે બાદમાં તેણે ટ્વિટ કરીને કૃણાલની ​​માફી માંગી હતી. પ્રેક્ટિસ દરમિયાન હાર્દિકે હેલિકોપ્ટર શોટ પણ માર્યા હતા.

વીડિયો શેર કરવા સાથે હાર્દિક પંડ્યાએ લખ્યું, ‘પંડ્યા vs પંડ્યા (Pandya vs Pandya). મોટા ભાઈ કૃનાલ… મને લાગે છે કે મેં તે રાઉન્ડ જીત્યો હતો. સોરી… મેં હમણાં જ તમારા માથા પર શોટ મારી દીધો.

હાર્દિક પંડ્યા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે આરામ કર્યા બાદ મર્યાદિત ઓવર્સની ટીમમાં પાછો ફર્યો છે. તેમને ભુવનેશ્વર કુમારની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને જસપ્રીત બુમરાહ ટી-20 આઇ ટીમમાં નથી. ધોની હાલમાં અમેરિકામાં રજાઓ મનાવી રહ્યોં છે.

READ ALSO

Related posts

દીવ મુંબઈ ફલાઇટ આજથી થઈ શરૂ, ફલાઇટમાં આવનારા લોકોને નિયમોનું કરવું પડશે પાલન

pratik shah

આ ફેમસ ખેલાડી પર બ્રિટિશ મોડેલનો આક્ષેપ, પ્રેમિકા પ્રેગનન્ટ હતી ત્યારે મારી પાસે…

Bansari

એક યુગનો અંત: મહાન હૉકી પ્લેયર સિનિયર બલબિર સિંઘનું 96 વર્ષની વયે નિધન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!